________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
રામચંદ્રજી ફર્યા છે. સેનાપતિ કે જે દીક્ષા લઈ દેવલોક ગયો હતો, એના પ્રતિબોધથી શ્રી રામચંદ્રજી બોધ પામ્યા છે. લક્ષ્મણ કેવી રીતે મૃત્યુ પામ્યા એ જાણો છો ?
૨૨૪
ઇંદ્રસભામાં રામ અને લક્ષ્મણના સ્નેહની વાતને સાંભળીને બે દેવતાઓ કૌતુકથી પરીક્ષા કરવા લક્ષ્મણજીના મકાન ઉપર આવ્યા અને માયાથી શ્રી લક્ષ્મણજીના આખા અંતઃપુરને, શ્રી રામચંદ્રજી મરી ગયા હોય એવી રીતે રોતું બતાવ્યું. એ રીતે રોતા અંતઃપુરને જોઈને શ્રી લક્ષ્મણજી બોલ્યા કે : ‘શું મારા જીવિતના પણ જીવિતરૂપ મારા ભાઈ મરણ પામ્યા ? હા ! છલઘાતી કૃતાંતે શું કર્યું ?’-આ પ્રમાણે બોલતાં શ્રી લક્ષ્મણજીનું જીવિત તે વચનની સાથે જ નાશ પામ્યું. શ્રી લક્ષ્મણજીને મરેલા જોઈને દેવતાઓ પણ ઘણા જ ખિન્ન થયા અને પોતાની ખૂબ નિંદા કરતા, પોતાના દેવલોકમાં ચાલ્યા ગયા.
224
આ બાજુ શ્રી લક્ષ્મણજીનું અંતઃપુર આક્રંદ કરવા લાગ્યું. આ આક્રંદને સાંભળી શ્રી રામચંદ્રજી આવ્યા અને બોલ્યા કે : -‘વગર જાણ્યે આ અપમંગળ શું આરંભ્યું છે ? હું પણ જીવું છું અને મારો ભાઈ પણ જીવે છે. ભાઈને કોઈ મોટી વ્યાધિની પીડા છે. ઔષધથી મટી જશે.’-એમ કહી વૈધાદિકને બોલાવ્યા. સઘળા ઉપાયો નિષ્ફળ ગયા. આથી આખા કુટુંબમાં ભયંકર આક્રંદ ચાલ્યું. સર્વત્ર શોક છવાઈ ગયો. રામચંદ્રજી પણ મૂર્ચ્છિત થયા. મૂર્છા વળ્યા પછી વિલાપ કરવા લાગ્યા. આ સમયે શ્રી રામચંદ્રજીના પુત્રો ‘લવણ’ ને ‘અંકુશ’ પિતાજીને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે :
‘લઘુપિતાના (કાકા) મૃત્યુથી અમે આજે સંસારથી ઘણા જ ભય પામ્યા છીએ : સર્વને માટે આ મૃત્યુ અકસ્માત્ આવે છે : માટે મનુષ્યોએ મૂળથી જ પરલોકની સાધના માટે તત્પર થઈને રહેવું જોઈએ : માટે અમને દીક્ષા માટે અનુમતિ આપો, કારણ કે હવે આ લઘુપિતા વિનાના ઘરમાં રહેવું એ યોગ્ય નથી.’
ભાગ્યશાળી ! કહો, આ સમય દીક્ષાની અનુમતિ માંગવા જેવો તમને લાગે છે ? અહીંયાં ઔચિત્ય અને અનૌચિત્યની ચર્ચા કરનારાઓને બોલવાનું સ્થાન રહી શકે છે ? વૈરાગ્ય, એ એવી વસ્તુ છે કે ત્યાં સાંસારિક વ્યવહારોને વાસ્તવિક રીતે સ્થાન નથી. અને આજે જે વ્યવહારોની ચિંતા છે, તે સૂચવે છે કે વિરાગીના વિરાગમાં શિથિલતા છે અને બીજાઓને વૈરાગ્યની કિંમત નથી. અન્યથા આ દશા હોય જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org