________________
251 – ૧૯ : સુખ અને દુઃખની સાચી સમજ - 19 - ૨૫૧ જવાનું છે'- પરંતુ શોક ન કરે. સામગ્રી આવે ત્યારે કહે કે “પુણ્યનો યોગ, મૂકો ઠેકાણે, બનતો સદુપયોગ કરો. વચમાંથી ઊપડે તો કહે કે “પુણ્યમાં ખામી હતી તેથી ગઈ, ભલે ગઈ, ઉપાધિ ટળી, સાચવવાની ચિંતા મટી.” “ક્યારે મેળવું અને
ક્યાં મૂકું ?' એ વિચાર કરનારની હાલત છતે પૈસે, છતી સામગ્રીએ, છતે પરિવારે દુઃખી જ છે. ચિતાની સગડી કાયમ ખાતે સળગતી જ છે. આ દુઃખ
કમ છે ?
સુખી રહેવાની રીત ધર્મ શીખવે છે. ધર્મમૂળને ખૂબ સીંચો ઃ એવું સીંચો કે સામગ્રી ઃ લક્ષ્મી વગેરે આવે તોય ઉન્માદ ન થાય, અને જાય તોય દુઃખ ન થાય : આવે તોય એની નમ્રતા, લઘુતા, ઢબછબ એ જ અને જાય તોયે એની પ્રસન્નતા એ જ. એવું મન કાબૂમાં ક્યારે આવે ? વસ્તુતત્ત્વ હૃદયમાં જશે ત્યારે. એ આદમી પોતાપણાને ભૂલે નહિ. રોજ પોતાના દોષ જુએ : દોષ કાઢવાની કોશિષ કરે : ધર્મ પોષાય અને દોષ કઢાય, તો દુઃખ થાય શી રીતે ? મોક્ષનો અર્થ સંસારમાં પણ દુઃખી નથી અને સંસારનો અર્થી સંસારમાં પણ સુખી નથી.
“ભવે ભવે તારા ચરણની સેવા હો'-આ ભાવના ઘણી જ ઊંચી છે. શ્રી વિતરાગની સેવાનો મહિમા અને તાકાત અજબ છે. એ સેવાના પ્રતાપે આ સઘળું પણ મળે જ. માત્ર સેવા કરતાં આવડવું જોઈએ. હાથમાં ચિંતામણિ છતાં ભીખ માગનારા ઘણાવે છે, કારણ કે ચિંતામણિને ઓળખે નહિ, ઓળખે તો આરાધતાં આવડે નહિ અને એ આવડે તો માગવું શી રીતે એની ખબર જ ન હોય. સેવા કરતાં આવડે તો તો વાંધો જ નહિ.
ધર્મી દુઃખી હોય જ નહિ. ધર્મી કોણ ? મોક્ષને જ ઇચ્છે તે : સંસારને ઇચ્છે તે નહિ ! ને ધર્મ સદા સુખી : મહેલમાં, ઝૂંપડીમાં અને અટવીમાં બધેય સુખી.
શ્રી કુમારપાળ મહારાજાને અંતે ઝેર અપાયું. એમના ભંડારમાં એક બુટ્ટી હતી કે જેથી ઝેર દૂર થાય. ભંડારીને લાવવા કહ્યું. કાવતરાખોરોએ પ્રથમથી જ ન મળે તેવી વ્યવસ્થા કરી હતી. ભંડારીએ કહ્યું કે “મહારાજ ! બુટ્ટી મળે તેમ નથી.” શ્રી કુમારપાળ મહારાજાએ કહ્યું : “ચિંતા નહિ, હોત તો ઉપયોગ કરત, નથી તો મુંઝવણ નથી, મરવા પણ તૈયાર છીએ, કેમ કે અરિહંતને આરાધ્યા છે, ગુરુને સેવ્યા છે અને ધર્મ પાળ્યો છે !” કોઈનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org