________________
250
૨૫૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – પર રેડે મૂળમાં ? આખું વૃક્ષ લીલુંછમ રહે તે શાથી ? મૂળમાં પાણી રેડાય એથી કે ઉપર રેડાય એથી ? મૂળમાં એ ગુણ છે કે જરૂર મુજબ બધે પાણી પહોંચે : મૂળમાંથી લીલું રહી બહાર લીલું રાખે. જો બહાર જ પાણી રેડાય, તો મૂળ સુકાય, એટલે પરિણામે બધું જ સુકાય. અહીં પણ આ બધું (આ બધી સામગ્રી) સાચવવું હશે તો પણ સેવા તો ધર્મની જ કરવી પડશે. બગીચાનો માળી વનરાજીને ટકાવવા, ખીલવવા મૂળમાં પાણી સીંચે, તેમજ સુખના અર્થીએ બહારની સામગ્રીમાં ન રાચતાં મૂળ રૂપ ધર્મમાં જ રાચવું-નાચવું જોઈએ. એમ થાય તો આ બધું તો જીવનપર્યત, અરે મુક્તિપદે જાવ ત્યાં સુધી બન્યું રહે. - શ્રી તીર્થંકરદેવોએ એ ધર્મમૂળને એવું સીંચ્યું કે દેવતાઓ પાસે ને પાસે. ધર્મમૂળને એવું સીંચીને આવ્યા કે ગર્ભમાં આવતાં જ-જન્મતાં જ દેવતાઓ હાજ૨. એ જન્મ, એ દીક્ષા લે, એમને કેવળજ્ઞાન થાય અને નિર્વાણ પામે, એ બધા પ્રસંગોની ચિંતા દેવેંદ્રને. એમને ચલાવવા-હલાવવાની, એમના શરીરની બધી ચિંતા દેવેંદ્રો રાખે. એમનું મૂળ એવું મજબૂત કે ચીજ ઇચ્છવી ન પડે, માગવી ન પડે, મનોરથ કરવા ન પડે, ઇડ્યા પહેલાં તો સામે આવી હાજર થાય.
આજ તો કહે છે કે “માથાફોડ કરવા છતાં પણ મળતું નથી. મને શી રીતે ? મૂળ સડેલું- ધર્મમાં કચાશ-આરાધના કરી નથી, તો મળે ક્યાંથી ? મુક્તિ તો મળે ત્યારે ખરી, પણ ત્યાં સુધીયે સુખી થવું છે કે દુઃખી ? જવું તો છે પરમ સુખના સ્થાનમાં ને ? ત્યાં જવાય ત્યારે ત્યાં તો પરમ સુખ છે જ, પણ જો ધર્મમૂળને સીંચાય તો અહીં પણ બાદશાહી. વસ્તુ એવી સીંચો કે બેય ઠેકાણે આનંદ આવે. તેને સંતોષ છે, જેઓ વિષયથી પરાક્ષુખ છે, તેને તો અહીં પણ મોક્ષ છે. દુઃખ ટાળવાનો ઉપાય ઃ
દુઃખ કોને ? પર વસ્તુને પોતાની માને તેને ! જોઈએ તે ન મળે અને પોતાનું માનેલું જાય ત્યારે તેને દુઃખ થાય. જોઈએ તે ન મળે, અધૂરું મળે, વિપરીત મળે, અથવા પોતાનું માનેલું જાય, બગડે, ત્યાં દુ:ખ. જે મારું માને જ નહિ એને દુઃખ શું ? ધર્મ, ઇચ્છાનો લોપ કરવાનું શીખવે છે. ઇચ્છા ઊડે કે ચિંતા ગઈ ? પછી તો લક્ષ્મી આવે તો આવો, જાય તો જાઓ ! આવે તોય ભલેઃ જાય તોયે ભલે ! આ ભાવનાવાળાને ચિંતા કે દુઃખ ન થાય. આ ભાવના ન થાય તો માનો કે ધર્મ બરાબર સમજાયો નથી : ધર્મ, ધર્મરૂપે પરિણામ પામેલ નથી.
વહાલામાં વહાલો પણ કોઈ જાય, તો પણ એમ જ કહે કે મારે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org