________________
૧૯ : સુખ અને દુઃખની સાચી સમજ 19
આપે, સહાય કરે, કોઈ પણ ભોગે મેળવી આપે અને મળી જાય તો કેવો આનંદ થાય ! સામાનો કેટલો ઉપકાર માનો ?
249
કોઈ પૂછે કે ‘તમે પ્રાર્થના શા માટે કરો છો ? એક-બે દિવસ નહિ પણ રોજ શા માટે કરો છો ? દિવસમાં સાત સાતવાર પ્રાર્થના કરવાનું વિધાન શું કામ ?' એટલા જ માટે કે ‘આ પ્રાર્થના કરી કરીને અર્થીપણું પેદા કરવા' : અર્થીપણું પેદા થશે તો કામ પાર થઈ જશે. અર્થીપણું આવ્યા પછી તો પોતે ત્યાં જશે : કોઈ સલાહ આપવા નહિ આવે તોયે પોતે સલાહ લેવા જશે : કોઈ શિખામણ આપવા નહિ આવે તોયે જાતે જઈ-હાથ જોડી-શિખામણ માગશે, પણ એ બધુંયે અર્થીપણું આવે તો. એ અર્થીપણું પેદા કરવા માટે હૃદય દૃઢ ને નિર્મળ બનાવવું જોઈએ અને તે પણ એવું કે પ્રાર્થના વખતે, ભાવના ન આવે તો આંખમાંથી પાણી ટપકવું જોઈએ. ભાવના આવી ગઈ એટલે એમાં ગણાવેલા ગુણોની પ્રાપ્તિ સહજ થશે.
૨૪૯
વૃક્ષના મૂળમાં જળનું સિંચન કરો !
‘ભવનિર્વેદ’થી ‘તવ્યયણસેવણા આભવમખંડા’-સુધી આપણે વિચારી ગયા. હવે- ‘હે વીતરાગ ! તારા શાસનમાં નિયાણાના બંધનનો નિષેધ છે, પણ હું માગણી કરું છું કે હે નાથ ! જ્યાં સુધી હું સંસારમાં રહું ત્યાં સુધી ભવોભવ તારા ચરણની સેવા હો !’ તારા ચરણની સેવામાં તકલીફ કે જોખમ જે કાંઈ હોય તે ભલે હો, પણ મને તો તારા ચરણની સેવા જ જોઈએ : જીવનનું સર્વસ્વ મૂકી દેવા વખત આવે તો ભલે, પણ મારે તો તારી ચરણસેવા જોઈએ : ભલે હું ટૂંક બનું, પણ મારે તારી ચ૨ણસેવા જરૂ૨ જોઈએ : તારી સેવા મળી એટલે હું ટૂંક છું જ નહિ.
ધર્મીને મન ધર્મ એ જ ધન છે. ધર્મીની ત્યાં જ ધનબુદ્ધિ હોય અને એ જ આદમી ધર્મનું સંરક્ષણ કરી શકે. ધર્મમાં રહેલી ધનબુદ્ધિ નાશ પામે તો ધર્મભાવના ટકી શકે નહિ : એ હોય તો જ બધું ! મૂળ હોય તો છોડ થાય, મૂળ વિના વૃક્ષ ન થાય. છોડ, ડાળાં, પાંખડાં અને વૃક્ષ વગેરે મૂળને આધારે : તેમજ અહીં પણ. કહો આ બધાનું મૂળ શું ? તમે સુખી છો, સામગ્રીવાળા છો એનું મૂળ શું ? ધર્મ.
વ્યવહારમાં કોઈ દરિદ્રી રહે તો તમે શું કહો ? પુણ્ય પરવારી ગયું. ધર્મ જાય તો દશા કેવી થાય ? જેના યોગે આ બધું છે, તે સાચવવા મહેનત કે આ બધું મળ્યું છે તે સાચવવા ? માળીને પૂછો કે ‘પાણી ચાં રેડે ? ઊંચે છોડવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org