________________
૧૯ઃ સુખ અને દુઃખની સાચી સમજ
અર્થીપણું જાગ્રત કરો !:
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, મંગલાચરણમાં ફરમાવી ગયા કે “આ શાસન સદાને માટે જયવંતુ વર્તે છે, કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી તેમજ એક પણ સુંદર વિચારનો ઇનકાર નથી : એના સિદ્ધાંતો અનેક અપેક્ષાએ અને યુક્તિએ એવા સિદ્ધ છે કે એને સેવનાર આત્મા કર્મમળથી રહિત થઈ જરૂર મુક્તિપદને પામે જ ! એટલા માટે જ એ શાશ્વત છે, અનુપમ છે અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી આદિમાં નમસ્કાર કરાયેલું છે.”
આ તીર્થમાં આચાર એ મુખ્ય વસ્તુ છે. આચારની શુદ્ધિ વિના-ઊંચી કોટિના આચારના આલંબન વિના, આ તીર્થમાં કોઈ પણ આત્મા મુક્તિ પામ્યો નથી, પામતો નથી અને પામવાનો પણ નથી. એના આચારો એટલા બધા કઠિન છે કે ભવાભિનંદી આત્માને તો તે સહેલા લાગે જ નહિ. આથી જ હંમેશ કરાતી પ્રાર્થનાને વિચારી રહ્યા છીએ. એ પ્રાર્થનાને લગતી ભાવના હૃદયમાં મજબૂત બનાવવી જોઈએ. જો એ બને તો આચાર બહુ સહેલા લાગે અને આચાર સહેલા લાગે તો આચાર અમલમાં મૂકવાનાં પરિણામ પણ સહેલાઈથી થાય અને એમ થાય તો પ્રવૃત્તિને આવતાં પણ વાર લાગે નહિ. - પ્રાર્થના કરતી વખતે તેમજ ઘેર ગયા બાદ પણ જો તે વિચારાય, તો ભાવનામાં જરૂર મોટામાં મોટું અંતર પડી જાય. એ રીતે ભાવના શુદ્ધ થાય તો આચાર મીઠા લાગે- સાંભળવાની ઇચ્છા થાય, સંભળાય, રુચે, લેવાની ઇચ્છા થાય અને તેવા સુયોગ્ય અવસરની રાહ પણ જોવાય પણ એ બધું એ ભાવના દઢ થાય અને અર્થપણું આવે તો બને. અર્થી ગમે તેવા કઠિન કામ પણ કરે છે.
અર્થીપણું ન હોય એની તો વાત જ નથી. અર્થી બનીએ તો આ વસ્તુ કઠણ લાગે નહિ. અર્થી બનાય તો કહેનાર પ્રત્યે પણ પ્રેમ જાગે, આપનાર પ્રત્યે બહુમાન થાય, કોઈ પણ ભોગે આપનાર પ્રત્યે તો ભક્તિ જાગે, હૃદય ઊછળે, આ વસ્તુ તો વ્યવહારસિદ્ધ છે. જે ચીજની જરૂર જણાય તે મેળવવા કેટલી મહેનત કરો છો ? જરૂરી વસ્તુ મેળવવા કોઈ પ્રેરણા કરે, સલાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org