________________
૨૭૮
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
-
-
288
એમાં મુંઝાયેલું છે. એ મોહ જો અહીં ઘૂસે, તો પરિણામ ઘણું જ ભયંકર આવે. ઉપકારી ગણાતો જ્ઞાની જો વિનીત ન બને, તો અપકારી જેટલું ભૂંડું કરી શકે, તેથી પણ અધિક જો તે ઊંધે માર્ગે જાય તો બૂરું કરે. મૂર્ખ તો જેમ ભલું ન કરી શકે, તેમ બહુ બૂરું, પણ ન કરી શકે. પણ ડાહ્યો, ભણેલો-ગણેલો, વાંકો થાય તો તો ગજબ કરે. માટે શાસ્ત્રકાર મહર્ષિઓ કહે છે કે “જ્ઞાની વિનીત જોઈએ !'-એટલે કે અષ્ટકર્મના ક્ષયમાં પ્રયત્નશીલ જોઈએ. જેને પોતાના આત્માને લાગતાં કર્મબંધનોનો ભય નથી, તેને જ્ઞાની કોણ કહે ? જેને પોતાના આત્માનું ભાન નથી, પોતાના આત્માની દયા નથી, પોતાના હિતાહિતની ખબર નથી, તે જ્ઞાની જ નથી. જેની પ્રાપ્તિથી રાગાદિ દોષ વધે તે જ્ઞાન જ નથી : જ્ઞાની તો “અહ” અને “મમ'થી વેગળો થતો જાય. સભાઃ હું શાસનનો અને મારું શાસન-એમ કહેવાય કે નહિ ?
એ જરૂર કહેવાય. “અહ” અને “મમ ભાવની વાત તે પૌગલિક ભાવની છે અને અહીં પૌગલિક ભાવનો જ નિષેધ ચાલે છે. આત્મીય ભાવનો વાંધો નથી. “ભવમાં અને મોક્ષમાં સમાન સ્થિતિએ દશા તો ઘણી દૂર છે : એ દશા ન આવે ત્યાં સુધી તો પ્રશસ્ત વસ્તુઓ તરફનું મારાપણું અખંડિત જ હોવું જોઈએ. સમ્યગ્દષ્ટિ આત્મામાં તો મારાપણું અસ્થિમજ્જાવતું હોય, એમાં જરા પણ શંકા નહિ. એ સર્વત્ર ભળે નહિ, એનામાં ખોટું હાજિયાપણું હોય જ નહિ. તે બધે “હાજી-હાજી' કરનાર બને જ નહિ અને એવા હાફિયાઓની સજ્જન સમાજમાં એક ફૂટી કોડી જેટલી પણ કિંમત નથી-એ વાત નક્કી છે. ખોટી “હાજી' કરનારો પોતે તો હણાય છે અને બીજાને પણ હણે છે. ખોટી હાજી કરનાર ભલે મનથી માને કે “મને ખુરશી મળી, મને માન મળ્યું'-પણ બધા એને મનમાં તો ઓળખે કે “આ હાજિયા છે, પણ વિશ્વાસપાત્ર નથી.' સમ્યગ્દર્શન, એવી વસ્તુ છે કે જે દરેક વસ્તુનું વસ્તુ તરીકે ભાન કરાવે ! ત્યાં ખોટું હાજિયાપણું હોય જ નહિ. સાચું સમજાય તો ધાર્યું કામ થાય :
સમ્યગ્દર્શન, આત્મગુણનાશક દુશ્મનને દુશમન તરીકે ઓળખાવે એની પાસે રહેવા જેવું નથી-એવું સાચું ભાન કરાવે : સમ્યજ્ઞાન દુશ્મનનું સ્વરૂપ સ્પષ્ટપણે સમજાવે છે અને સમ્યક્યારિત્ર દુશ્મનથી દૂર ખસેડે ! સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમચારિત્ર-એ ત્રણે મોક્ષનો માર્ગ છે ! પૌલિક ભાવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org