________________
૨૦ : સમાધિમરણ - 20
0:0
એ આત્માનો દુશ્મન છે,-એની ઝાંખી સમ્યગ્દર્શન કરાવે ઃ જ્ઞાન, જ્ઞાનનું તથા જ્ઞાની પુરુષોની નિશ્રાનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવે : અને ચારિત્ર, દુશ્મનને ઝાપટીને દૂર કાઢે. આ રીતે ત્રણેય, આત્મા સાથે વળગેલ આઠે કર્મનો ક્ષય કરી મુક્તિપદે પહોંચાડે.
269
સમ્યગ્દર્શન, દુનિયાની સારી કે નરસી સઘળી વિષયકષાયને વધારનારી સામગ્રીને ખરાબ તરીકે ઓળખાવે, એટલે સમ્યગ્દષ્ટિ આત્માને તો બંગલા પણ કેદખાનાં લાગે. સમ્યગ્દષ્ટિ આત્મા દુનિયાના સ્નેહી-સંબંધી સાથે બોલે, ચાલે, વર્તે, પણ હૈયામાં-‘એ અમારાં નહિ અને હું એમનો નહિ'-આવી બુદ્ધિ આવી જ જાય : આ બુદ્ધિ આવ્યા વિના રહે જ નહિ. દેખતા આદમીને દીવો સળગ્યા પછી ખાડો કે ટેકરો ન દેખાય એ બને ? સમ્યગ્દર્શન આત્માને હાનિ કરનારી વસ્તુનું નિઃશંક ભાન કરાવે : આથી સમ્યગ્દષ્ટિ આત્માને દુનિયાના સઘળા પદાર્થો તરફ અરુચિ થાય ! સમ્યગ્દષ્ટિ આત્મા સ્વપરનું ભલું કરી શકે છે, કારણ કે એનો વિવેક ઉમદા હોય છે.
૨૬૯
એક રાજાનો સુબુદ્ધિ મંત્રી હતો. તે વિચાર કરે છે કે ‘પગાર ખાઈને રાજકારોબા૨ વગેરે કામકાજ તો બધા કરે એમાં નવાઈ નથી : પણ હું સમ્યગ્દષ્ટિ સેવક છતાં મારો માલિક મિથ્યાષ્ટિ રહી જાય તો મને કલંક લાગે.’
રાજાની મંત્રી પ્રત્યેની અને મંત્રીની રાજા પ્રત્યેની, સંતાનની માબાપ પ્રત્યેની અને માબાપની સંતાન પ્રત્યેની તથા પતિની પત્ની પ્રત્યેની અને પત્નીની પતિ પ્રત્યેની સાચી ફ૨જ શી છે ?-તે બરાબર સમજો. સાચી ફરજ કોણ સમજી શકે ? આત્મા સમ્યગ્દષ્ટિ બને તે, પરસ્પરની વાસ્તવિક ફ૨જ જો સમજાઈ જાય, તો ધાર્યું કામ થઈ જાય.
શ્રી મૃગાવતીજી માફક ફરજ બજાવવી જોઈએ :
સમ્યગ્દષ્ટિ આત્મા પોતાના આશ્રિત પ્રત્યેની, વડીલ પ્રત્યેની અને પૂજ્ય પ્રત્યેની બધી ફરજ વિચારે. ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં પહેલાં જ સાધ્વી શ્રીમતી ચંદનબાલાજીએ પોતાની શિષ્યા શ્રીમતી મૃગાવતીજીને એક વખત ઠપકો દીધો. શ્રીમતી મૃગાવતીજીએ બુદ્ધિપૂર્વક ગુનો કર્યો ન હતો, પણ એ વાત ખરી કે અનુપયોગથી પણ ગુના જેવું બની ગયું એ દૃષ્ટિએ ગુનો ગણાય. ગુનો હતો નહિ, ગુનો કર્યો હતો નહિ, ગુનાની બુદ્ધિ પણ ન હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org