________________
267 – ૨૦ : સમાધિમરણ – 20 –
૨૭૭ ડહોળ્યું નહિ, પણ તત્ત્વ તુ વેનનો વિત્તિ', ‘તત્ત્વ તેઓ જાણે-કેવળી મહારાજ જાણે-એમ કહી ત્યાં ભળાવ્યું. કહો, કેટલા નિરભિમાની ? એમાં એવું અભિમાન-રહિતપણું હોવું જ જોઈએ, નહિ તો કેવળજ્ઞાનથી જોવાયેલી વસ્તુને છબ0ો ડહોળે તે કયાં સુધી ચાલે ? કેવળ આગમથી જ ય એવા પદાર્થો, હેતુથી જણાવવા માગે તે પણ મિથ્યાષ્ટિ. કેટલાય પદાર્થોમાં કે જ્યાં યુક્તિ ન ચાલે, ત્યાં યુક્તિ કરવાનું ડહાપણ ન કરાય.
શ્રી ટીકાકાર મહર્ષિ કહે છે કે જે કાંઈ કહેવાય છે તે તે જ કહેવાય છે કે જે ભગવાન શ્રી મહાવીરદેવે કહેલું છે. ટીકાકાર મહર્ષિ વધુમાં કહે છે કે ભગવાન શ્રી મહાવીરદેવે કહેલું કહું છું, માટે મારી વાણીને ભગવાન પોતે જ પાવન કરો !' આથી સ્પષ્ટ જ છે કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં મતિકલ્પનાને સ્થાન નથી. મતિનો ઉપયોગ પદાર્થોને સમજવા માટે છે, પણ આપણી મતિકલ્પનામાં ગોઠવાયેલા પદાર્થો એમાં સાંકળવાના નથી. જૈન ગણાતા સઘળાય આ ભાવનાવાળા થઈ જાય, તો કેવો આનંદ આવે ? વસ્તુને જાણવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવામાં વાંધો નથી : વસ્તુને સમજવા માટે-નિશ્ચિત કરવા માટે બુદ્ધિનો ઉપયોગ થાય, પણ શાસ્ત્રને ઊલટું-સુલટું કરવા માટે ન જ થાય. આગળ ચાલતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
"शस्त्रपरिज्ञाविवरणमतिबहुगहनं च गन्धहस्तिकृतम् ।
तस्मात् सुखबोधार्थं, गृह्णाम्यहमञ्जसा सारम् ।।१।।" શ્રી ગંધહસ્તિજીએ કરેલું “શસ્ત્ર પરિક્ષા વિવરણ' અતિશય ગંભીર છે: તેમાંથી હું સુખપૂર્વક બોધ થાય તે માટે યોગ્ય રીતે સાર ગ્રહણ કરું છું.' કેવી અને કેટલી લઘુતા ! આ લઘુતા આવવી સહેલી નથી. શાસ્ત્રના વચનમાં-સિદ્ધાંતના વચનમાં, આ લઘુતા લાવ્યા વિના છૂટકો નથી. અહીં પણ જો ‘મહં-અહં' આવ્યું તો તો પછી ખલાસ જ ! જગતને અંધ બનાવનાર મોહરાજાનો મહામંત્રઃ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર ફરમાવે છે કે
“ગઈ મતિ મત્રોડ, મોદી લાવ્યવૃત્ ” “ખરેખર, “ગઈ અને “મ-આ મોહરાજાનો મંત્રજગતને અંધ બનાવનાર છે.' આ મોહમંત્રમાં જગતને અંધ કરવાની અપૂર્વ તાકાત છે. આખું વિશ્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org