________________
૨૨૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – 22 આવવો.” આ સાંભળી સીતાજીને મૂર્છા આવે છે : આઘાત થાય છે તકલીફ ઘણી થાય છે. પોતે ગર્ભવતી છે. પછી મૂર્છા વળે છે ત્યારે કહે છે કે કેવો અન્યાય ! પરીક્ષા વિના દંડ ? હે સેનાપતિ ! તું જઈને કહેજે કે વગર પરીક્ષાએ દંડ દેવો, એ તમારા જેવા રઘુવંશમાં પેદા થયેલા વિવેકીને છાજતું નથી : પણ દોષ તમારો નથી, મારાં કુકર્મનો છે : પણ એક સંદેશો તું જરૂર આપજે કે ખલ પુરુષોની વાણીથી જે મ મારો ત્યાગ કર્યો. તેમાં મિથ્યાદષ્ટિની વાણીથી જિનધર્મનો ત્યાગ ન કરશો. બસ ! સેનાપતિ ગયો અને આ સંદેશો કહ્યો કે તરત રામચંદ્રને મૂર્છા આવી : એમને પણ એમ લાગ્યું કે “મેં જુલમ કર્યો કે ખલ લોકની વાણીથી સીતાનો ત્યાગ કર્યો.” પછી શ્રી લક્ષ્મણના કહેવાથી શ્રી રામચંદ્રજી જાતે સેનાપતિ અને ખેચરો સાથે ગયા, પણ સીતાજીનો પત્તો ન લાગવાથી પાછા આવ્યા : એટલે એનો એ લોક શ્રી સીતાજીના ગુણ ગાવા લાગ્યો અને શ્રી રામચંદ્રજીની નિંદા કરવા લાગ્યો. બેવકૂફ લોક તો ગમે તેમ બોલે, પણ માની લેવાય ? અરે માનો કે સીતાજી તેવાં હોય તોયે આમ તજાય ? ગર્ભવતીને તજાય ?
સભા : દુનિયા દોરંગી છે.
અરે દોરંગી નહિ, પણ વિવિધરંગી છે : અનેકરંગી છે. પુણ્યશાલિની શ્રી સીતાદેવીને તો અટવીમાં પણ સાધર્મિક મળ્યો અને લઈ ગયો. ત્યાં તેમને બે પુત્રો લવ અને કુશ નામે થયા. તેઓએ પિતા-કાકા સાથે યુદ્ધ કર્યું. સીતાજીએ દિવ્ય કર્યું અને છેવટે દીક્ષા લઈ કલ્યાણ સાધ્યું. આપણે તો આ સ્થાને-લોકની દશા શી છે ?' એ જ જોવાનું છે.
જે સમયે મહાસતી શ્રી સીતાદેવીએ દિવ્ય કરવાની કબૂલાત કરી, તે જ સમયે લોકોએ ઉદ્ઘોષણાપૂર્વક નિષેધ કર્યો અને કહ્યું કે “નિશ્ચયપૂર્વક સીતાદેવી મહાસતી છે.” આના ઉત્તરમાં શ્રી રામચંદ્રજીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે “હે લોકો ! તમારામાં કોઈ પણ જાતની મર્યાદા ક્યાં છે ? તમે ને તમે જ અદૂષિત કહો અને તમે ને તમે જ કલંકિત કહો સામે કાંઈ બોલો અને દૂર કંઈ બોલો : તમારું ઠેકાણું શું? ફરી પણ દૂષિત કહેવામાં તમને પ્રતિબંધ શો છે? માટે બસ, સીતા ! દિવ્ય કરો.” દિવ્યની કાર્યવાહી થઈ ગઈ અને તે જોઈ શ્રી રામચંદ્રજી પણ કમકમી ઊઠ્યા : અને અનેક જાતના વિકલ્પો કરવા લાગ્યા : કારણ કે દિવ્યની ગતિ વિષમ હોય છે. શ્રી રામચંદ્રજી તો વિચાર કરતા જ રહ્યા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org