________________
219
- ૧૭ : લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત - 17 –
૨૧૯
જોઈએ.” એ વખતે શ્રી રામચંદ્રજીએ આવેલા નગરના આગેવાનોને યોગ્ય શબ્દોમાં સાંત્વન આપ્યું અને શ્રી રામચંદ્ર જેવા રાજાએ પણ નિર્ણય કર્યો કે સીતાનો ત્યાગ કરવો.” જુઓ-આ લોક અને લોકનો વિરોધ શું કામ કરે છે? આ લોક માનેલા વિરોધના ત્યાગથી કયું પરિણામ આવે છે તે જુઓ. શ્રી રામચંદ્રજીને તેવા નિર્ણય ઉપર આવેલા જોઈને, શ્રી લક્ષ્મણજી કહે છે કે “લોકની વાણીથી આપ સીતાજીને ન તજો, કારણ કે મુખના બંધ વિનાનો લોક તો મરજી મુજબ અપવાદને બોલનાર છે. સારા રાજ્યમાં શાંતિપૂર્વક રહેનારો લોક પણ જો રોજ દોષને ગ્રહણ કરવામાં તત્પર હોય, તો તે રાજાઓ માટે શિક્ષા કરવા યોગ્ય છે અને તેમ ના હોય તો ઉપેક્ષા કરવા યોગ્ય તો છે જ.”
આ પ્રમાણે શ્રી લક્ષ્મણજીએ કહેવા છતાં પણ, શ્રી રામચંદ્રજી શ્રી સીતાજીનો ત્યાગ કરવાના પોતાના વિચારો જ્યારે નથી ફેરવતા અને સેનાપતિને “સીતાને અરણ્યમાં તજી આવો'-આવી આજ્ઞા કરે છે, ત્યારે શ્રી લક્ષ્મણજી રોતાં રોતાં પગમાં પડીને શ્રી રામચંદ્રજીને વિનવે છે કે “મહાસતી સીતાજીનો આ ત્યાગ ઉચિત નથી.” આ વિનંતિના ઉત્તરમાં શ્રી રામચંદ્રજી તરફથી જવાબ મળ્યો કે હવે તારે કાંઈ પણ બોલવું યોગ્ય નથી.” આથી શ્રી લક્ષ્મણજી શ્યામ મુખે રુદન કરતા પોતાના સ્થાન ઉપર ચાલ્યા ગયા.
આ પછી શ્રી રામચંદ્રજીએ “કૃતાંતવદન' નામના સેનાપતિને આજ્ઞા કરી કે “સીતાને શ્રી સમેતશિખરજીની યાત્રાનો દોહદ છે, માટે એ બહાનાથી તેને વનમાં લઈ જા.' - સેનાપતિ તો આજ્ઞાને આધીન : એનું હૃદય કંપે છે, પણ કરે શું ? આજ્ઞાનો અનુચર. સીતાજીને તીર્થયાત્રાને બહાને રથમાં બેસાડીને લઈ જાય છે. દુર્નિમિત્તો અનેક થવા છતાં પણ શ્રી સીતાજી શંકારહિતપણે રથમાં બેસી, ઘણે દૂર પહોંચી ગયાં. એક ભયંકર અરણ્યમાં રથ આવી પહોંચ્યો. સેનાપતિ પણ વિચારમગ્ન અવસ્થામાં ઊભો રહ્યો, કારણ કે શ્રી સીતાજીને રથમાંથી ઉતારે કોણ ? સેનાપતિથી બોલી પણ શકાતું નથી. શું કહે ? પોતે મૂંઝાય છે. અન્યાય થાય છે, એમ સમજે છે પણ રામચંદ્રજીને કોણ કહી શકે ? લક્ષ્મણ જેવાનું ન માન્યું, એ રામચંદ્રજીને કોણ કહી શકે ? પોતે આધે ઊભો રહીને રુએ છે. એ જોઈને સીતાજી પૂછે છે કે “ભાઈ ! છે શું ?” સેનાપતિ કહે છે-“દેવી ! રામચંદ્રજીનો હુકમ છે કે આપનો અહીં ત્યાગ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org