________________
૨૧૮
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૧
શ્રી રામચંદ્રજી અને સીતાજીનું વૃત્તાંત :
લોકના વિરોધથી મુંઝાઈને સત્યનો ત્યાગ કરવાનું પરિણામ કેવું ખરાબ આવે છે અને એનાથી સત્યને કેટલી હાનિ થાય છે, એ વસ્તુ શ્રી રામાયણમાં આવશે. છતાં આ વાત ટૂંકામાં આ જ પ્રસંગે કહી દઉં. શ્રી સીતાજીની સપત્નીઓ, કે જે ઇર્ષ્યાળુ અને માયાવી હતી, તેઓએ શ્રી સીતાજીને કહ્યું કે “રાવણ કેવા રૂપવાળો હતો તે ચીતરીને બતાવો.” ઉત્ત૨માં શ્રી સીતાજીએ કહ્યું કે “મેં રાવણનું સર્વ અંગ જોયું નથી, માત્ર તેના ચરણો જ જોયા છે. તેને હું શી રીતે ચીતરું ?” આ સાંભળીને તે માયાવિની સપત્નીઓએ કહું કે “તેના ચરણોને પણ તમે ચીતરો, કારણ કે તે જોવાની અમને ઇચ્છા છે.” આથી પ્રકૃતિએ કરીને સરળ શ્રી સીતાદેવીએ રાવણના ચરણોને આલેખ્યા. બસ, હવે બીજું જોઈએ શું ? ધારેલી ધારણાની સફળતા કરવા માટે જોઈતું સાધન મળી ગયું. સ્વાર્થી અને પ્રપંચી આત્માઓની દશા જ ભયંકર હોય છે. મળેલા સાધનનો દુરુપયોગ કરવાની કળામાં કાંઈ તે ઓછી ઊતરે તેમ ન હતી. સીધી જ તે વાત શ્રી રામચંદ્રજી પાસે મૂકી અને સ્પષ્ટ શબ્દોમાં બોલી નાખ્યું કે“XXX રાવળાવ મસત્યઘા-વ્યસૌ સીતા તવ પ્રિયા ।।
ન
सीतास्वहस्तलिखितं रावणस्य क्रमद्वयम् ।
પચૈતન્નાથ ! નાનીહિ, સીતા તયેવ નાથતે ર।।"
‘હજુ સુધી પણ હે નાથ ! આપની પ્રિયા આ સીતા રાવણનું સ્મરણ કરે છે. સીતાએ પોતાના જ હસ્તે આલેખેલા ચરણક્રયને આપ જુઓ અને જાણો કે સીતા તે રાવણને જ નાથ તરીકે માને છે.’
Jain Education International
218
આ પછી તે સપત્નીઓએ પોતે ઉપજાવી કાઢેલા દોષને પોતાની દાસીઓ દ્વારા લોકમાં પ્રકાશિત કર્યો અને લોકમાં અફવા ચાલી. એ અફવાથી બુદ્ધિમાનોના હૃદય ઉપર પણ અસર થઈ ગઈ અને ઠેઠ શ્રી રામચંદ્રજી સુધી વિનંતી કરવા આવ્યા : પણ રાજતેજની આગળ બોલવું કઠિન છે. રાજતેજથી કંપતા તેઓને અભય આપી, શ્રી રામચંદ્રજીએ તેઓને હિતકર વાત કહેવાની છૂટ આપી. છૂટ પામીને તે આગેવાનો પૈકીના એક મુખ્ય આગેવાને કહ્યું કે ‘હે સ્વામિન્ ! ન કહેવા લાયક વાત પણ કહેવી પડે છે કે આટલા દિવસ સુધી રાવણને ત્યાં રહેલાં સીતાજી દૂષિત કેમ ન હોય ? જે વાત યુક્તિથી ઘટી શકતી હોય, તે અવશ્ય માનવી જોઈએ : માટે રાજ્યને કલંક ન લાગે તે પ્રમાણે આપે કરવું
For Private & Personal Use Only
www.jainelibrary.org