________________
217 – ૧૭ લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત - 17- ૨૧૭ પ્રવાહને આધીન થવાનું હોય જ નહિ. વિરુદ્ધ અને વિરોધના ભાવને તથા ભેદને સમજો. લોક તો ફાવે ત્યાં, ફાવે તેનો વિરોધ કરે. લોકવિરુદ્ધ થતાં કાર્યોને ધર્માત્માએ જેમ પ્રાણાંતે પણ ન સેવવાં જોઈએ, તેમ જ લોક જે નવો નવો વિરોધ કરે તેથી ભય પામીને ધર્માત્માએ પ્રાણાતે પણ કરણીય કાર્યોનો ત્યાગ ન જ કરવો જોઈએ. શાસ્ત્રમાં સ્થળે સ્થળે લોકવિરુદ્ધ કાર્યોની ગણના કરવામાં આવી છે. ધર્માત્મા એનો ત્યાગ કરવાની પૂરી કાળજી કરે અને તેનો ત્યાગ કરી પોતાના ધર્મસાધનાના માર્ગને નિષ્ફટક બનાવે.
સભા: પાપની નિંદા ન કરે ?
દોષને કાઢવાનો પ્રયત્ન તે વસ્તુતઃ કોઈની નિંદા જ નથી : ભલે તે સ્વની કે પરની હોય. જનતાના ભલા માટે એક અયોગ્ય આદમીની જાણ કે પિછાણ કરાવવી પડે, ત્યાં પણ શાસ્ત્ર નિંદા નથી કહી. કુદેવથી બચાવવા-કુદેવના પાશમાં કોઈ ન ફસાય માટે કુદેવનું વર્ણન કરવું પડે તેમાં, તેમ જ કુગુરુ કે કુધર્મના પાશમાં કોઈ ન ફસાય માટે તેનું ધ્યાન કરવું પડે તે નિંદા નથી. કારણ કે એ જનતાના ભલા માટે છે. જગતના ભલા માટે ખોટાને ખોટા તરીકે બતાવવું તે નિંદા નથી : પોતાના દોષને દોષ તરીકે ઓળખી કાઢવાનો પ્રયત્ન તે નિંદા નથી : પારકાના દોષને દોષ તરીકે ઓળખી, સમય આવે ત્યારે કહીને કઢાવવા પ્રયત્ન કરવો, તે કાંઈ નિંદા નથી !
સભા : છાપાંઓમાં નિંદા આવે છે એનું શું?
પેટભરા પત્રકારોની તમે વાત જ ન કરો. તેવા પત્રકારોએ પોતાના પત્રકારિત્વને લજાવ્યું છે. એવાં છાપાંઓનો પ્રચાર, એ સમાજમાં શ્રાપરૂપ છે. જેઓને સત્યાસત્ય તપાસવાની દરકાર નથી, જેઓએ પોતાના પેટ માટે પાપનો ભય તજ્યો છે અને જેઓ કેવળ સ્વાર્થની સાધનામાં જ સજ્જ છે, તેઓ તરફથી સત્ય વસ્તુના પ્રચારની આશા રાખવી, એ આકાશકુસુમની આશા રાખવા જેવું છે. જ્યાં સુધી જનતા પોતાનો ધર્મ ન સમજી જાય, ત્યાં સુધી પાપાત્માઓ પોતાની અધમાધમ વૃત્તિને પોષવામાં કદી જ પાછા પડે તેમ નથી, એ વાત નિશ્ચિત થઈ ચૂકેલી જ છે.
અસ્તુ. આવો હવે પ્રસ્તુત વિષય ઉપર. એ વાત સ્પષ્ટ જ છે કે નિંદાદિક લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ કરવાનો, પણ અજ્ઞાન લોક જેનો જેનો વિરોધ કરે એનો ત્યાગ નહિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org