________________
૨૧૭ - – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – - 218 લોકવિરોધનો ત્યાગ, એ બેમાં ભેદ પડે કે નહિ ? કંઈ ભેદ જણાય છે ? લોક જેનો વિરોધ કરે એનો ત્યાગ નિયત થયેલાં લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ ? આખી વસ્તુ ફરી જાય છે. “લોકવિરુદ્ધ' અને “લોકવિરોધ-એ બેમાં રહેલા મુદ્દાના ભેદને સમજો. લોક જેનો વિરોધ કરે, તે કાર્યનો ત્યાગ નહિ-પણ જે કાર્ય લોકમાં વિરુદ્ધ હોય તે કાર્યનો ત્યાગ છે. શાસ્ત્ર કહે છે કે ધર્મએ લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ કરવો જોઈએ, પણ નહિ કે સામાન્ય લોક જેનો જેનો વિરોધ કરે, તે સર્વનો ત્યાગ કરવો. અત્યારે તો એમ મનાય છે કે ગમે તેવો લોક જેનો જેનો વિરોધ કરે, તેનો ત્યાગ કરવો, પણ એમ નથી કારણ કે લોક એક સ્થિતિવાળો નથી. કોઈ આનો વિરોધ કરે, તો કોઈ એનો વિરોધ કરે. ક્ષણમાં આનો વિરોધ, તો ક્ષણમાં એનો વિરોધ. હવે એ અર્થ લઈને જો ત્યાગ કરવાનું કહે, તો તો કોઈપણ આત્માને ધર્મમાં સ્થિર કરી શકાય જ નહિ. અર્થ એ છે કે લોકવિરુદ્ધ એટલે સમજુ લોકમાં જે જે કાર્ય નિંદ્ય હોય તેનો ત્યાગ. લોક વિરુદ્ધ કાર્યો નિયત થયેલાં છે અને એ આપણે જોઈ પણ ગયા છીએ. જો એ પ્રમાણે ન હોય તો પાંચ આદમી આનો વિરોધ કરે અને પાંચ આદમી એનો વિરોધ કરે, તો પરિણામ શું આવે ? જો એમ લોકવિરોધનો ત્યાગ હોય, તો ભગવાન શ્રી મહાવીરદેવને જેમ જિન કહેનારા હતા, તેમ વિપરીત કહેનારા પણ એમની જ હયાતીમાં પણ હતા કે નહિ ? અને હતા તો ભગવાનને છોડી દેવા ? ભગવાનની મૂર્તિને જેમ માનનારા પણ છે, તેમ નિંદનારા પણ છે, તો શું જિનમૂર્તિની પૂજા છોડી દેવી? લોકવિરુદ્ધનો ત્યાગ, એનો અર્થ એ નથી કે લોક જેનો જેનો વિરોધ કરે, તેનો તેનો ત્યાગ કરવો !” જેમ લોકવિરુદ્ધ ત્યાજ્ય ગણાય છે, તેમ જો લોક જેનો જેનો વિરોધ કરે તે સર્વનો ત્યાગ એમ મનાય, તો તો કોઈ પણ આત્મા આ સંસારમાંથી મુક્તિને સાધી શકે જ નહિ.
પહેલો ભવનિર્વેદ : એને ટકાવવા માર્ગાનુસારિતા : એને ટકાવવા ઇષ્ટફળસિદ્ધિ અને એને બાધા ન ભાવે એટલા માટે લોકવિરુદ્ધનો ત્યાગ.
સભા : લોકવિરુદ્ધ એટલે શું?
લોક જેનો વિરોધ કરે તેનો ત્યાગ નહિ, પણ લોકવિરુદ્ધનો ત્યાગ. વિરુદ્ધ કાર્યો તો નિયત છે. રોજ નવાં નવાં નક્કી કરવાનાં નથી. નિયત થયેલ લોકવિરુદ્ધ કાર્યો ધર્માત્મા ન આચરે, પણ દિ ઊગ્યે લોક ઉત્તમ કાર્યોમાં જે નવો નવો વિરોધ કરે, તેને ત્યાગવાનો ધર્માત્મા વિચાર. પણ ન કરે. ગાડરિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org