________________
૨૭૪ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
–
214
થાય તો શાસનદીપક થાય અને ઘરમાં રહે તોયે કુળદીપક થાય : પણ આ સંસ્કાર ન નાખ્યા અને મરજી મુજબ ચાલવા દીધા, તો અહીં (સાધુપણામાં) તો ન આવે, પણ યાદ રાખજો કે આડો ગયો તો તમને પણ સુખે જંપીને બેસવા નહિ દે.
ધર્મસંસ્કાર વિનાનાં સંતાનો તરફથી માબાપને કેટલી તકલીફ વેઠવી પડે છે, તે જરા તપાસ કરજો, પૂછજો ! ભયંકર દુઃખી થાય છે અને છેવટે કંટાળીને એમ બોલે છે કે “અમે છતા દીકરે વાંઝિયા જેવાં છીએ.” આ તો તમારા અનુભવની વાત છે ને ? અરે, કોઈ બોલતું હોય તો માબાપ કહી દે કે “હમણાં ન બોલશો, આવશે તો બેની ચાર ગાળ દેશે : એ તો બે વખત ખાઈને બહાર ગયો સારો. શું કરીએ ? મહિને પચીસ-પચાસ લાવે છે અને અમે ખાઈએ છીએ.” બહારગામ હોય તો કહે કે “મહિને પચીસ મોકલે છે. બાકી એનું નામ દેવા જેવું નથી. દેવ, ગુરુ અને ધર્મને પણ માનતો નથી.'
જે દેવ, ગુરુ, ધર્મને ન માને તે માબાપને કેવાંક માને ? હા, કાગળમાં શિરછત્ર-તીર્થસ્વરૂપ, બધું લખે, કારણ કે આ કાળની એ કારમી સભ્યતા છે. વીસમી સદીની સભ્યતા, પોઝિશન અને માર્મિક વાજાળ-એ બધાં એટલાં ભયંકર છે કે એમાંથી બચ્યા તે ભાગ્યવાન : એમાં ફસ્યા એના ભોગ ! સલામ નીચે ઝૂકી ઝૂકીને કરે, પણ હૈયામાં તો પાણીદાર કાતર !
તમારાં સંતાનોને સેવા કરનારાં બનાવવાં હોય, તો તમે એમને શ્રી જિનેશ્વરદેવનાં તથા નિગ્રંથ ગુરુદેવોનાં પૂજારી બનાવો : આગમનાં શ્રદ્ધાળુ બનાવો : અને ધર્માનુષ્ઠાનની પ્રીતિવાળાં બનાવો ! તમે એમ કહો કે “ભૂખ્યા રહો, અમે પણ ભૂખ્યા રહીશું, પણ તમે આત્મહિતનાશક અનીતિ ન કરો. ગાડી-મોટરની જરૂર નથી. શ્રી જિનેશ્વરદેવના અનુયાયી બનો. કાચું કોરું ખાઈ ચલાવાય તે નભે, પણ ધર્મના વિરોધી બનો તે સહન ન થાય.”
શ્રાવકનો દીકરો રાતે ખાવા માગે, રાતે પાન ચાવે, હૉટલમાં જાય, બીડીસિગારેટ ફૂંકે, એ કેવી ભયંકર વાત છે ? અહીં આવવાની બાબતમાં કહે કે ટાઇમ નથી'-પણ નાટકમાં જવાનો ટાઇમ મળે : હોટલમાં જવાનો ટાઇમ મળે. આ બધું શાથી ? માબાપ ફરજ ચૂક્યાં માટે ! શ્રાવકના દીકરાથી તો રાત્રે પાણી પણ ન પીવાય. આજે ચોવિહાર કરનારા કેટલા ? જૈનપણાના સંસ્કાર જાગ્રત કરો ! - શ્રી સુદર્શન શેઠની વાત અને એમની ખ્યાતિ સાંભળી શિર તો હલાવ્યાં, પણ શ્રાવક તરીકે તમારી કઈ ખ્યાતિ ? પરનારીસહોદરપણું શ્રાવકને ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org