________________
275
-- ૨૦ : સમાધિમરણ - 20
-
-
૨૭૫
હોય? હોય જ. શ્રી જિનેશ્વરદેવનો પૂજારી, નિગ્રંથ ગુરુદેવનો ભક્ત, જૈનધર્મનો અનુયાયી-એમાં અનાચારનો દોષ હોય ? એ પરનારીસહોદર ન હોય ! એમાં અભક્ષ્મભક્ષણનો દોષ હોય ? વિચાર કરો કે વર્તન શાં છે ? જુઓ ઠામ ઠામ કે આ શાથી ? સમ્યગ્દષ્ટિપણાના સંસ્કાર ગયા-ફરજ ભુલાઈ એથી ! પહેલાં ઘરમાં જિનમંદિર હતાં, સવારે દરેક ઊઠીને પ્રભુના દર્શન કરે જ : ઘેર પૌષધશાળા હતી : સામગ્રી બધી તૈયાર. દરેકને ક્રિયા કરવાની જ ! માબાપો, વડીલો કહે કે “પહેલું એ, પછી બીજું બધું ! એવી પ્રેરણા કરે. સંસ્કાર નાશ પામ્યા એથી આ બધું થયું.
રાત્રે પાન ચાવે, હૉટલમાં જાય, ફાવે તેમ વર્તે અને કહેવાય પણ નહિ ? ત્યારે બધું ખાઓ-પીઓ એમ કહેવું? ઓછામાં ઓછી સવારે નવકારશી અને સાંજે ચોવિહાર પણ ન બને ? જૈનકુળમાં ન છાજતા આચારો બંધ થાય અને છાજતા આચારોનું પાલન થાય, તો બધા જ અનાચારો બંધ થઈ જાય. આંખો ઉઘાડીને જરા શ્રાવકકુળોમાં જુઓ કે આજે શું શું થાય છે ? જૈનશાસનથી વિપરીત વસ્તુઓના પરિણામનો અભ્યાસ કરો, તો દોષો હસ્તામલકવતું દેખાય.
મુનીમ ગમે તેવો હોય, પણ જ્યારે જમા-ઉધારમાં ગોટાળો કરે, પોતાના નામે રકમોની ભેળસેળ કરે, તો તરત શેઠ બોલાવીને કહી દે કે “ભાઈ ! તું મુનીમ હોશિયાર, પણ મારે હવે ખપ નથી : કાલથી પેઢી પર આવીશ નહિ !' છોકરો પણ લોકો પાસેથી રૂપિયા લાવી દેવું કરતો હોય, તો માબાપ નોટિસ છપાવે છે કે “એને ધીરશો નહિ.' તો જૈનકળથી વિરુદ્ધ આચરણ કરતા છોકરાઓ ઉપર માબાપ નોટિસ કાઢે કે નહિ ? મતલબ, દુનિયાના વ્યવહારની ગરજ છે, પણ ધર્મની ગરજ નથી. ગરજ નથી, એમ તમને કહેવાય ? તમારા દોષ સાંભળીને તમે સહિષ્ણુ ન બનો તો હાલત શી થાય ? સંવત્સરી પ્રતિક્રમણમાં પણ સાધુને ફીકર રાખવી પડે કે ક્યારે વહેલા ઉઠાડાય, કારણ કે અંધારું થાય તો તો ગજબ કરે. કોઈ સારો માણસ બિચારો જો એવાની પાસે ફસાય, તો એની તો બૂરી જ દશા થાય. એનું કારણ ક્રિયાનો રાગ નથી. “મિચ્છામિ દુક્કડ'-આવે એટલે ખોટો ઘોઘાટ મચાવે : રમતિયાળ સ્વભાવ, રસ્તામાં પણ છત્રી ઉલાળતા ચાલવાની ટેવ, પાનની પિચકારી મારવાની આદત, ચારે તરફ જોવાની ખાસિયત,-એ આદમીને આજે અણોજો પડ્યો ! ઉપવાસ કર્યો એટલે ઢીલો તો થયો હોય, એમાં ત્રણ કલાક સુધીના પ્રતિક્રમણમાં શાંતિથી બેસાય કેમ ? નક્કી કરીને જ આવે કે “સાંભળવું-ફરવું નહિ, ટીખળ કરવું.” કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org