________________
૨૭૬
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
તરફથી તો કટાસણાની પણ તે દિવસે જ શોધ થાય : ફાટલાં, તૂટલાં, મેલાં લઈને આવે. લૂગડાંના કટકાની મુહપત્તિ બનાવી દે. ચરવલા તો કેટલાયની પાસે હોય જ નહિ અને કેટલાયની પાસે હોય તો એવા હોય કે પુંજે તો ઊલટી જીવોને હાનિ થાય. ધર્મી આગેવાનોની ફરજ છે કે આવી સામગ્રી પૂરી પાડવી અને સામાએ સાચવવી કે ઉધેઈ ન ખાય.
માબાપ કહે કે ‘શું કરીએ ? છોકરો મહિને પચાસ લાવે છે, ડિગ્રીધર છે. છટ્ નોન્સન્સ બોલતાં આવડે છે’-આટલું વિચારી કંઈ ન કહે, એ છોકરાનાં હિતેષી કેટલા પ્રમાણમાં ? જૈનકુળમાં જો દોષ પ્રત્યે આમ બેદરકારી હોય, તો દુનિયામાં એના જેવો દુ:ખનો વિષય એક પણ નથી. જે જૈનકુળમાં ઊંચામાં ઊંચા સંસ્કાર જોઈએ ત્યાં આ દશા ?
‘તમારામાં અયોગ્ય વર્તન છે કે અભક્ષ્યભક્ષણ ચાલે છે’-એમ કહેતાં અમને આનંદ થાય એમ ? તમારામાંથી સમ્યગ્દર્શન અને તેને છાજતી પ્રવૃત્તિ જાય, એ જાણીને તો અમને ખેદ જ થાય. અમે કહીએ તે શાના માટે ? કેવળ હિતની ખાતર જ.
276
કદી સંતાનને કહ્યું છે કે ‘ભાઈ, તું આ ધરે આવ્યો અને આ સાહેબી વગેરે છે તે બધું પૂર્વનું પુણ્ય છે તેના યોગે છે. જો તું ધર્મવિરુદ્ધ વર્તનમાં પડી ગયો, તો તારા યોગે અમે પણ ભીખ માગવાના !'
જેટલી તાકાત હોય તેટલી અજમાવી તમારાં સંતાનોને સુધારો : ન સુધારી શકો તો એમ કહો કે માબાપ થવાને અમે લાયક નથી.
પૂર્વના સમયમાં એકસાથે હજારો સંયમી બનતા, એકસાથે હજારો દેશવિરતિ બનતા, તથા એકસાથે હજારો સમ્યગ્દષ્ટિ પણ બનતા, અરે એકસાથે હજારોને કેવળજ્ઞાન થતું અને એકસાથે હજારો લાખો, કરોડો મોક્ષે પણ જતા. શાથી ? સંસ્કાર સારા કે જેથી નિમિત્ત મળે કે તરત સ્વીકાર કરે અને બેડો પાર ! આજ તો નિમિત્તને પણ લાત મારવા તૈયાર : શાથી ? સંસ્કાર ગયા તેથી !
સમ્યગ્દષ્ટિ ‘હાજિયો’ ન બને : જેવું કહેવું ઘટે તેવું હિતને માટે કહે; મધુર પણ કહે અને કઠોર પણ કહે. દૃષ્ટિ એક જ કે ‘સામાના આત્માનું કલ્યાણ થાય.’
શ્રી આચારાંગસૂત્ર (ધૃતાધ્યયન)નાં વ્યાખ્યાનો
પ્રથમ ભાગ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org