________________
૨૦ : સમાધિમરણ - 20
કુપથ્યને ખાતા દરદીથી કુપથ્ય સંતાડવું પડે અગર પ્રસંગે દરદીને બાંધી પણ રાખવો પડે, તો તે દરદીને હેરાન કર્યો કહેવાય ? નહિ જ. કોઈ પૂછે કે ‘કેમ બાંધ્યો છે ?' તરત હિતૈષી કહે કે ‘ભાઈ ! દરદી એવો છે કે દોડી દોડીને કુપથ્થ ખાય છે, માટે એના ભલા માટે બાંધ્યો છે.' ફરજ સમજાતી નથી એનું જ આ દુષ્ટ પરિણામ છે.
273
દરદી રુએ છતાં કુપથ્ય ન આપે એ માબાપ ઘાતકી કહેવાય ? દરદીનાં આંસુ ખાતર કુપથ્ય ખવરાવે તો એ માબાપને કેવાં કહેવાય ? કહો ને, તમે તો માબાપ છો ! માબાપ માબાપપણું ભૂલે અને સંતાન સંતાનપણું ભૂલે તો પરિણામ શું આવે ? આ બધું શાથી ? સમ્યક્ત્વ શિથિલ થવા માંડ્યું માટે : સ્વપરનો વિવેક ભુલાવા લાગ્યો એથી : જૈનપણાના સંસ્કાર ઢીલા પડી ગયા માટે : જૈનપણું આવી જાય તો આ દશા હોય ?
જૈનના ચોવીસે કલાક ખ્યાલ કેવા હોય ? જાતે જૈન ખરા, પણ ભાવના કઈ ? સાચા દીકરા તો વિચારે કે ‘અમારા જેવા દીકરા અને માબાપ વિષયકષાયમાં લીન રહે અને ધર્મ ન આરાધે તો અમે દીકરા શાના ? એઓ ધર્મ કરે એવી યોજના અમારે કરી આપવી જોઈએ.' અને સાચાં હિતૈષી માબાપ પણ વિચારે કે ‘અમારા દીકરા વિષયકષાયમાં લીન રહે, શ્રી જિનેશ્વરદેવના અનુયાયી ન બને, ગુરુને કે આગમને માને નહિ, વ્યાખ્યાન સાંભળે નહિ અને ધર્મારાધન કરે નહિ તો અમને કલંક !'
૨૭૩
પણ કહો કે આજે શી દશા છે ? કોઈ કહે કે ‘તમારો દીકરો પૂજા કરવા જાય છે ?' તો તરત કહે કે ‘ક્યાંથી જાય ? બાપડો લેશન કર્યા કરે છે.' વાર, પૂજા એ લેશન નહિ ? એ ફુરસદની રમત હશે કેમ ? અરે, કોઈ દિવસ નવરાશ હોય ને પૂજા કરવા કે સાધુ પાસે આવે, તોય કોઈ કોઈ માબાપ તો કહે કે “પૂજા કરજે, સાધુ પાસે જજે, પણ રંગાતો ના :' રંગે કોણ ? માબાપ જ આમ કહે ત્યાં રંગાય કચાંથી ? હા, એનું ભાગ્ય હોય અને એક જ વાર મૂર્તિનાં દર્શનથી કે સાધુના સહવાસથી એ પામી જાય તે વાત જુદી, પણ માબાપે શું કર્યું ?
માબાપે તો કહેવું જોઈએ કે ‘શ્રી જિનેશ્વરદેવના પૂજન વિના, સંયોગ હોય તો સાધુનાં દર્શન-સમાગમ વિના, ને નિરંતર ભગવાનની વાણીના શ્રવણ વિના રહેવાય નહિ !' આ સંસ્કારો બાલ્યકાળમાં માબાપ નાખે, તો એ બાળક જો ત્યાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org