________________
૨૭૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ ––– 22
"सति चास्मिन्नसौ धन्यः, सम्यग्दर्शनसंयुतः ।
તત્ત્વઝાનપૂર્વીત્મા, તે જ મોત | શા” સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા પછી, આ આત્મા ધન્ય બને છે અને તત્ત્વશ્રદ્ધાથી જેનો આત્મા પવિત્ર થયો છે એવો સમ્યગ્દર્શનવાળો આત્મા ભવસાગરમાં રમતો નથી.” તીવ્ર અંતરાયના ઉદયથી ન નીકળી શકાય તો સમ્યગ્દષ્ટિ આત્મા સંસારમાં વસે, પણ સંસારમાં રમે તો નહિ જ એ આત્માને સંસારમાં લહેર ન આવે : સંતોષ ન થાય : રંગાય નહિ ! રમવા અને રહેવાનો ભેદ સમજો. કેદમાં કેદી રહે ખરા, પણ હૃદયથી આનંદ પામે ખરા ? નહિ જ, ઊલટા છૂટવાના દાડા ગણે. કહો, તમે શાના ગણો છો ?
આજે બાળક અભક્ષ્ય ખાય, કંદમૂળ ખાય, નાટક-ચેટક-સિનેમા જુએ, જૂઠું બોલે, દગલબાજી કરે, હોટલમાં જાય, સિગારેટ ફૂંકે, આ બધા માટે ઘણાં માબાપને દરકાર નથી. કમાતાં શીખ્યો એટલે કહે કે “હોશિયાર.' વિચારો એવા બદલાઈ ગયા છે કે “જ્યાં લક્ષ્ય અપાવું જોઈએ ત્યાં બિલકુલ અપાતું નથી. કોઈ કહે કે “તારો બાળક આમ કહે છે.” તો કહી દે કે “બાળક છે.' અરે, ભલા આદમી ! જેનાથી એનો આ લોક અને પરલોક બગડે અને તારું બાળક સંસારમાં રખડે, એની તને ચિંતા નથી અને તું માબાપ ? આ કઈ જાતનું માબાપપણું ? એ માબાપને જૈનશાસન સાચાં માબાપ તરીકે શી રીતે લેખે ? વ્યવહારથી જન્મદાતા અને શરીરના પાલક તરીકે માબાપ કહેવાય, પણ હિતૈષી તરીકે માબાપમાં ભાવના કઈ હોવી જોઈએ ? બાળક જૂઠું બોલે, ચોરી કરે, ટંટોફિસાદ કરે અને એની દરકાર ન કરે એ માબાપ ?
માસ્તર છોકરો રમે છે કે ભણે છે એની દરકાર ન કરે અને ખુરશી પર બેઠો હવા ખાય, એ માસ્તર એ ખુરશી ઉપર ક્યાં સુધી ટકે ? બહુ ટકે તો બાર મહિના : પરીક્ષક આવે અને પરિણામ ખરાબ દેખે કે તરત ડિસમિસ કરે. ત્યાં તો ડિસમિસ કરનાર છે, પણ આવાં માણસને ડિસમિસ કોણ કરે ? આજનાં માબાપ ઉપર કોઈનો અંકુશ છે કે નહિ ? જે અંકુશ છે તેને તો માનવો નથી ત્યાં શું થાય ?
શાસ્ત્ર કહે છે કે સાચી સ્વતંત્રતા શું છે તે સમજો. દબાણ મૂકવું ત્યાં દુઃખી કરવાનો આશય નથી. દુઃખી ન થાય એ હેતુએ થતું દબાણ, એ દબાણ જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org