________________
૧૯ : સુખ અને દુઃખની સાચી સમજ - 19
તો તે અપૂર્વકરણથી ગ્રંથિભેદ અનિવૃત્તિકરણાદિક કરે અને સમ્યક્ત્વ પામે ત્યારે આત્માના સ્વરૂપની ઝાંખી થાય ! વસ્તુ પામ્યા પછી ઉદ્યમની જરૂર.
259
આત્મા અને જડ અલગ છે માટે જડથી બચવું : જડથી છૂટવાના જ પ્રયત્ન કરવાના, કે જેથી મુક્તિપદે પહોંચાય. જડથી દબાયેલા આત્માને, જડથી અલગ કરવાના પ્રયત્ન કરવા જોઈએ. આત્માને વળગેલાં જડરૂપ કર્મોનો ક્ષય ત્યારે જ થાય, કે જ્યારે તેના યોગે ઉપસ્થિત થયેલ શુભ અને અશુભના સંયોગને આત્મા આધીન ન થાય.
૨૫૯
સંપૂર્ણપણે આત્માથી કર્મનો સંયોગ ક્ષીણ ન થાય અને આ સંસારમાં જન્મ અને મરણ કરવાં જ પડે, તો સમાધિથી મરણ અને જ્યાં હો ત્યાં બોધિનો લાભ થાઓ, કે જેથી મારો આત્મા પરિણામે મુક્તિપદને સાધી શકે અને તે સિદ્ધ ન થાય ત્યાં સુધી આ સંસારમાં પણ મારા આત્માને દુનિયાનાં દુ:ખો અને કર્મોનો સંયોગ સતાવે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org