________________
189
-
- ૧૪ : આશા પારતન્યની આવશ્યકતા - 14
-
૧૮૯
ત્યાગ કરવો જોઈએ, પણ આજે તો હાર્ટ ફેઈલનાં દરદ, તે ક્યારે ચાર આહાર તજે ? મુઠસી પચ્ચખ્ખાણ હોય તેને ઊભાં ઊભાં કે સૂતાં સૂતાં મરાય તો પણ ચિંતા શી ? જીવન એવું બનાવો, અભ્યાસી એવા બનો કે જેથી મરણની ભીતિ જ ન રહે. આ તો કહે છે કે મરણ આવશે ત્યારે જોશું ! તે વખતે શું જોશો ?
ચાર-છ મહિના સુધી એવું જીવન ઘડો કે ચાર-છ મહિને ખબર પડે કે, ધર્મ એ એક અજબ વસ્તુ છે. જીવન પર અને ઇંદ્રિયો પર નિયંત્રણ મૂકી દો, પછી જુઓ કે કેવું સુંદર થાય છે ! નક્કી કરો કે બજારમાં તો ખવાય જ નહિ અને ઘરમાં પણ અભક્ષ્ય તો નહિ જ : બીજે કદી ખાવાનો પ્રસંગ આવે તો ખાવાને અયોગ્ય એવી ચીજનું ભક્ષણ તો ન જ કરવું. આ થાય તો વિષયવાસના, કામની તીવ્રતા આપોઆપ શમી જશે.
રોગ શમાવવા આજે લાંઘણો કરાવવામાં આવે છે : તમારાથી મહિનાના ઉપવાસ ન થાય : અરે,-એક ઉપવાસ પણ ન થાય, તો જે થઈ શકે તેમ છે તે તપ તો કરો ! એકથી અધિક વાર ન ખાવું એ પણ તપ છે : બેથી અધિક વાર ન ખાવું એ પણ તપ છે : ત્રીજી વાર ન ખાવું, બહારની વસ્તુ ન જ ખાવી, વહાલામાં વહાલી વસ્તુનો ત્યાગ કરો,-આ બધા તપના પ્રકાર છે.
જેમ અગ્નિમાં તપાવવાથી સોનું શુદ્ધ થાય છે, તેમ આત્માને પરૂપ અગ્નિમાં તપાવો, કે જેથી કર્મમળ બળી જશે અને આત્મા શુદ્ધ બનશે.
ડાહ્યા વૈદો તો કહે કે “ભાઈ !મારી દવા છે તો ઉત્તમ અને તારો રોગ પણ મેં પરખ્યો છે, પણ કુપથ્ય છોડાશે તો પછી રોગ મટશે. જો કુપથ્થ ન છોડવું હોય તો મહેરબાની કરી મારી દવા કરતો મા.' અહીં પણ આત્મશુદ્ધિ માટે શ્રી જિનેશ્વરદેવનો ધર્મ હૃદયમાં ઉતારવો હશે, આત્માને ધર્મમાં તન્મય બનાવવો હશે, તો આ બધાં વ્યસનો તો છોડવાં જ પડશે.અને કદાચ એકદમ છૂટી શકે તેમ ન હોય, તો તે છોડવા જેવાં છે-એમ માની તેને છોડવા માટે પ્રબળ પ્રયત્નો આદરવા પડશે.
અયોગ્ય ખાનપાનથી આત્મા વિકૃત બને છે અને પરિણામે અગમ્યગમન પણ વધતું જાય છે અને એમાંથી જ આજના બધા વિષમ વિચારો પેદા થાય છે, એ આજ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
અખંડ બ્રહ્મચર્યની ઉપાસના કરવાની જ એક કામનાવાળા જેન કુલ માં, પરનારી-સહોદરતા તો અવશ્ય હોવી જ જોઈએ, એમાં શંકા જ શી ? પરસ્ત્રીનું વ્યસન તો જેનકુળમાં હોવું જ ન ઘટે. જેનકુળને એ તો મોટું કલંક લગાડનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org