________________
૧૮૮
——
—
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
108
હાથ મારવાનું મન થાય, સટ્ટો પણ કરે !આવે તો ઠીક-નહિ તો કોને દેવા છે? આ બધું કોણે શીખવ્યું? પેલી બધી કુટેવોએ અને ખરાબ વ્યસનોએ ! મર્યાદિત જીવન હોય તો આમ બને ? બે વાર ભોજન લેવાતું હોય-યોગ્ય ચીજનું ભોજન બે વાર કરાય, તો જીવનમાં ઘણો સુધારો થઈ જાય.
સટ્ટો બહુ ભયંકર ચીજ છે, પણ કહેવાય નહિ કેમ ? બધા એને આધીન : સટ્ટા કરનારનાં પરિણામ, ભાવના અને ધૂન કેવી ? જરાયે શાંતિ છે ? ચોવીસે કલાક તેજી-મંદીના વિચાર. કેટલા ટકા વધ્યા અને કેટલા ઘટ્યા ? વધે કે ઘટ કેવી ? ફેવરની કે અનફેવરની ? સ્થિતિ પરાધીન : તાર આવે એના પર ભાવ. આ ભાવનાને લઈને આર્તની સાથે રૌદ્રધ્યાન આવતાં પણ વાર નહિ. જોવામાં આવે છે કે પંદર પંદર વર્ષના છોકરાઓ સટ્ટો કરે છે. કહે કે “દાવ મૂક્યો છે, પાંચ આવે કે દશ જાય.’ આવે તો ઉડાવે અને જાય તો માથું ફેરવે. આબરૂનો ખ્યાલ નહિ. કામની સામગ્રી-વિષયની ભાવના વધી ગઈ. આ સ્થિતિમાં ભવનિર્વેદની ભાવના શી રીતે આવે ? એ ભાવના ન આવે તો જેને આત્માને ખરેખર મૂંઝવણ થવી જોઈએ અને તેનું રોજ દુઃખ થવું જોઈએ. એ દુઃખના શમન માટે શાંતિ અને સંતોષપૂર્વક ધર્મ બરાબર આરાધવો જ જોઈએ.
આજે બીમારોને ડૉક્ટર પણ ગરમ પાણી પાય છે : શાસ્ત્ર તો પ્રથમથી જ કહે છે, પણ માનવું છે કોને ? એક વાર ખાવું એને વૈદક પણ વખાણે છે. તમે કેટલી વાર ખાઓ છો ? વિષયના અતિસંગથી ક્ષય થાય છે, એ તો આજના સુધરેલા ગણાતાઓને પણ કબૂલ્યા વિના છૂટકો નથી
આ બધાં કુવ્યસનોમાં જે જે ફસાયા હોય, તેઓએ એકદમ એકીસાથે કાયમ માટે બંધ ન કરી શકાય, તો ચાર મહિના માટે અભ્યાસ તરીકે પણ તેનું સેવન બંધ કરવું જ જોઈએ. “એકથી અધિક વખત અને અમુક ગણતરી સિવાયની વસ્તુ નહિ ખાવી અને બ્રહ્મચર્યનું પાલન કરવું.-આ રીતના નિયમનું પાલન કરવા સાથે યોગ્ય અંકુશ નીચે રહેવામાં આવે, તો અયોગ્ય વ્યસનો આપોઆપ ઘટવા માંડે : એક વારથી ન નભે તો બેથી અધિક વાર નહિ અને તે પણ ઘેર જ ! જ્યાં-ત્યાં નહિ. શ્રી જૈનશાસનનો કાયદો કેવો મજાનો છે ? મુઠસી પચ્ચખ્ખાણ કરે તો, દિવસે જ્યારે જ્યારે વાપરે એટલો સમય કલાક-બે કલાક ખુલ્લા : બાકીનો સમય ભોજનથી વિરતિ : મરતાં પહેલાં ચારે આહારનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org