________________
૧૯૦.
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
–
190
આજે દૃષ્ટિ ઉપર અંકુશ નથી. નાટક, ચેટક, સિનેમા વગેરેનો ચડસ જબરો છે. એ પણ વિકૃત ભાવનાનું એક મોટું કારણ છે. નાટકને કોઈ વૈરાગ્યનું કારણ કહેતું હોય તો તે ભ્રમણા છે : એમાં બહુલતયા વિષયવાસનાને પોષનારી સામગ્રી છે. ચાર કલાકમાં કદી ચાર મિનિટ વૈરાગ્યનું લટકું હોય એની અસર શી ? વીતરાગ-વીતરાગની મૂર્તિ વૈરાગ્ય ન કરે અને નાટકિયો વૈરાગ્ય કરે એમ ? વૈરાગ્ય લાવવો હોય તો વીતરાગને જુઓ ! એ વિતરાગની મૂર્તિને બરાબર નિહાળો !! સાધુઓને, ત્યાગીઓને, સંયમને, સંયમનાં ઉપકરણોને ધારી-ધારીને જુઓ !!! એવી વસ્તુઓ દષ્ટિ સન્મુખ રાખો કે જે જોવાથી દૃષ્ટિ સુધરે. દૃષ્ટિ ન સુધરે ત્યાં સુધી સુંદર વસ્તુ પમાય નહિ. ઘણા કાળની ટેવ છે તે જો એકદમ ન જાય તો ધીમે ધીમે છોડો. કહેવા ખાતર પણ આ ચાર-છ મહિના કરી તો જુઓ, પછી ઘણું જ મજાનું લાગશે.
શીલવંત આત્માઓની સ્તુતિને તો આવશ્યક ક્રિયામાં પણ સ્થાન છે. સવારના પ્રતિક્રમણમાં સતા અને સતીઓનાં નામ લેવાય છે. જ્યાં પુણ્યાત્માનાં
સ્મરણ જાગતાં હોય, ત્યાં આત્મા જરૂર પાપવાસનાથી પાછો હઠે. ભરસરની સક્ઝાય બોલો અને વિષયવાસના રહે ? એ બોલનાર પરસ્ત્રીની પાછળ ભટકે ? પછી તિથિ, પર્વ, દિન કે રાત કાંઈ પણ ન જુએ એ કેમ બને ? જૈનકુળમાં જન્મેલાને એ વસ્તુ ન શોભે! જૈન જાતિમાં નાનો પણ દોષ હોય તો અમને બહુ ખટકે. જે જૈનોમાં વનસ્પતિના ભક્ષણમાં પણ વિવેક હોય, તિથિ આદિએ વનસ્પતિનો ત્યાગ હોય, જેને ત્યાગ ન હોય તેને પણ તેના ભક્ષણમાં વિવેક હોય. કંદમૂળાદિ તો ખવાય જ નહિ, ત્યાં ખરાબ બદી ઘૂસતી હોય તો કહેવી જ પડે : ન કહેવાય તો નીકળે કેમ ? ભયંકર પરિણામવાળી વસ્તુને દૂર કરાવવા ઉગ્રતાથી પણ કહેવું પડે.
આનંદપૂર્વક કરેલા અભક્ષ્યના ભક્ષણથી અને અપેયના પાનથી સારી એટલે ધર્મની બુદ્ધિનો નાશ થાય છે ? નહિ તો વીતરાગનો પૂજારી અર્થકામનો આટલો લોલુપ હોય ? એ કામ અને અર્થ પાછળ પાગલ બને ?
સુંદર આચાર ગયા એટલે વિચાર ઉપર પણ ખરાબ અસર થઈ. નહિ તો જ્યાં છોડવાની જ વાત હોય, એવા વીતરાગના ભક્તને અર્થ-કામની ભાવના ભયંકર રીતે સતાવે ? જે વસ્તુની માંગણી કરો છો, એને જીવનમાં ઉતારવા ચાર મહિના તો શુદ્ધ આચાર-વિચાર રાખો ! બ્રહ્મચર્યનું પાલન અને આરંભાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org