________________
૯૬
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
98
મારી પાસેથી પચાસની ફી લો, પણ મને બે દિવસે મટાડો.' ભલે મટે ગમે ત્યારે, પણ બધા દરદીઓની માગણી કઈ ? માગણીનું વાસ્તવિક સ્વરૂપ હજુ સમજાયું નથી.
વ્યવહારમાં જુઓ કે એક માણસ પેઢી પર જઈ કલાક બેસી આવે ત્યાં પચાસ હજાર કમાય અને બીજો છ કલાક બેસે તોયે માંડ રોટલા મળે, તો પણ એની ઇચ્છા કઈ ? એ જ કે મારે પણ મોટર જોઈએ : મળે કે નહિ તે વાત જુદી. પ્રાર્થનાના ને પ્રાપ્તિના ભેદ સમજો. ચોથા આરાના જીવો મુક્તિની ઇચ્છા કરે અને પાંચમા આરાના જીવો શાની ઇચ્છા કરે ?
સભા : મુક્તિની.
કારણ ? મુક્તિ અહીંથી અત્યારે મળે તેમ નથી. ચોથા આરામાંયે કોઈ જીવને ખુદ જ્ઞાનીએ કહ્યું હોય કે મુક્તિ માટે પાંચપચાસ ભવની વાર છે, છતાંય તે માગે તો મુક્તિ જ ને ? મગાય તો એ જ. દેવગતિ માગે તો તો આપત્તિ વધી જાય. માગવાની તો મુક્તિ જ. બીજું ગમે તે મળે તોય માગણી તો એ જ. પ્રાર્થના તો ઊંચી જ હોય. પ્રાર્થનામાં ભેદ તો પરિણામે ભેદ થવાના અને પ્રાપ્તિ ફરી જવાની. અમારી-તમારી બધાની ભાવના એક જ
ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ, આ ત્રણ ભિન્ન વસ્તુઓ છે, એ કહેવાઈ ગયું છે. ચૌદમે ગુણસ્થાનકે પહોંચવા જોગી પ્રવૃત્તિની તાકાત બિલકુલ નથી. ચૌદમે ગુણઠાણે પહોંચીએ તેવી દશાનાં તેવાં પરિણામ પણ નથી થતાં : સવારે રાઈ પ્રતિક્રમણ કરનારાઓ શું વિચારે છે ? ભગવાન શ્રી મહાવીરદેવે છ મહિનાનો તપ કર્યો. એ તપ છે ઊંચો, પણ થાય તેમ નથી : તાકાત નથી : પરિણામ પણ નથી : ભાવના જરૂર છે. ઊતરતાં ઊતરતાં જ્યાં સુધી તાકાત નથી ત્યાં સુધી આમ કહે : છ મહિનાનો તપ કરવાની વાતમાંય ભાવના તો જરૂર કે હું પણ એ તપ કરે : એવો વખત ક્યારે આવે : પણ તાકાત નથી અને પરિણામ પણ તેવાં થતાં નથી. પરિણામ શક્તિને પણ આધીન છે. પરિણામ પ્રકાશમાં આવે તે પ્રવૃત્તિ. સંસાર છોડવાની વાતમાં ભાવના છે કે છોડું, પણ એવાં પરિણામ થતાં નથી.
જો જ્ઞાન થાય તો વ્યસની સમજે છે કે વ્યસન ખરાબ છે, ભયંકર છે, વ્યસનની સામગ્રી ન મળતાં બેહાલ થાઉં છું, રોજ થાય છે કે છોડું તો સારું, પણ છોડું એવાં પરિણામ થતાં નથી. છૂટી જાય તો સારું એ ભાવના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org