________________
૮ : પ્રાર્થનાનો પરમાર્થ 8
:
થવી જોઈએ. બધા વિચારની છાયા આત્મા પર પડવી જોઈએ. એક એક શબ્દ હૃદયને ભેદીને નીકળવો જોઈએ ઃ ફોનોગ્રાફની ચૂડી માફક નહિ, પણ બરાબર અંતરને સ્પર્શીને બહાર આવવો જોઈએ. પ્રભુની આગળ બીજું બોલો છો તે હાલ બાજુ રાખો - પણ જય વીયરાયમાં તમે જે માગણી કરો છો, તે એટલી બધી મોટી છે કે જેનો સુમાર નથી. એમાં છે તે ઔષધ એકવાર ખાઈ લો તો કામ થઈ જાય.
95
સભા : જે વસ્તુની માગણી કરીએ છીએ, તે મેળવવા પ્રયત્ન ન કરીએ તો વિરાધકપણું ખરું ?
૯૫
આનું સમાધાન તો કરું છું, પણ એ સમાધાનથી શિથિલતા ન આવે તેની કાળજી રાખવાની સૂચના કરું છું. પ્રયત્ન ન કરવા માત્રથી વિરાધકપણું ન આવે : દુર્ભાવ આવે તો વિરાધકપણું આવે. કમતાકાતના યોગે કે હૃદયની વિશુદ્ધિના અભાવે, પ્રયત્ન ન કરાય એમાં વિરાધનાપણું આવે તો તો જુલમ થઈ જાય : પણ એ પણ ખરું કે પ્રયત્નમાં બેદરકારી કરીએ તો એ છેટું ને છેટું જાય અને જેમ છેટું જાય તેમ આપત્તિ આવે, માટે બેદરકારી પણ ન હોવી જોઈએ.
સભા : માગણી તો મોટી છે, અને તાકાત ન હોય તો ?
શ્રી જિનેશ્વરદેવના શાસનનો કાયદો છે કે જે ચીજ શ્રી ગણધરભગવાન માગે તે બાળક પણ માગે : મેળવે ભલે શક્તિના પ્રમાણે, પણ માગણી તો એક જ ! માગણીમાં ભેદ નહિ : અમલમાં ભલે ભેદ હોય.
:
પ્રભુના શાસનમાં સર્વવિરતિ, દેશવિરતિ અને સમ્યગ્દષ્ટિ આત્મા પણ રહી શકે છે. એકનો સર્વ ત્યાગ છે, બીજાનો થોડો ત્યાગ છે, અને ત્રીજાનો ત્યાગ નથીમાત્ર ત્યાગની ભાવના જ છે : પણ બધાયનું ધ્યેય એક જ છે. ત્રણેની માંગણી એક જ. અમલની વાતમાં પ્રશ્ન સંભવિત. અહીં તો માન્યતાની વાત છે.
જેટલા દરદી આવે તેમાં, કોઈનું દરદ ચાર મહિને મટે એવું હોય, કોઈનું છ મહિને મટે તેવું હોય ને કોઈનું અઠવાડિયે મટે તેવું હોય. એ બધા મનમાં સમજતા હોય, પણ બધા ડૉક્ટરને કહે શું ? ઝટ મટાડો. ભલે ક્ષય હોય, પેટમાં ભયંકર દર્દ હોય, નહિ જેવો તાવ હોય, પણ એ બધાય કહે કે ઝટ મટાડો. કોઈએ એમ કહ્યું કે મોડું મટાડો ? મનમાં સમજે કે દરદ મોટું છે, ચૌદ દિવસે મટે એવું છે, તોય કહે કે ચાર દિવસે મટાડો. ડૉક્ટર કહે કે ઉતાવળ ન કરો, આ બીજાનું દરદ ચાર દિવસે મટે તેવું છે, પણ તમારા દરદને વખત લાગશે : તોય દરદી કહે કે ‘એની પાસે પાંચ લેતા હો તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org