________________
૯૪
––––
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
–
સીમા નહિ એને કોઈ મહર્ષિ મળી જાય, અને તેમનાં વચનો તેનામાં પરિણામ પામી જાય, તો એ આદમી પોતાના જે બળનો ઉપયોગ દુનિયાના નાશમાં કરી રહ્યો હતો, તે દુનિયાને તારવામાં કરી શકે. બળ કામમાં તો આવવાનું જ.
મન-વચન-કાયાના યોગના વેગને, ચૌદમે ગુણઠાણે પહોંચ્યા સિવાય, સંપૂર્ણપણે રોકી શકાય તેમ નથી. નદીના વેગબંધ વહ્યા આવતા પૂરને કોઈ રોકવા પ્રયત્ન કરે તો તણાઈ જાય. પાણીના પૂરમાં એ તાકાત છે કે મોટા પહાડના પહાડને પણ ભેદીને જગ્યા કરે. નદીના પૂરને રોકવાનો પ્રયત્ન ન કરતાં, જો એની દિશા ફેરવી પાંચ-સાત કે દશ નીકો કરી એના વેગને બધે જવા દે, તો નાશ કરનાર પૂરનેય સ્વાધીન બનાવી દે, એમાં કશી જ શંકા નથી. અહીં પણ તે હદ આવ્યા સિવાય મન, વચન, ને કાયાના બળને રોકાય નહિ, પણ આશ્રવમાર્ગમાંથી સંવરમાર્ગમાં લવાય. સુગુરુયોગે એ થાય, પણ એ કાયદો તો નથી જ કે સંવરમાર્ગે આવતાં પહેલાં આશ્રવમાર્ગ કેળવવો જોઈએ.
વ્યવહારમાં જે બુદ્ધિમાન છે તે અહીં આવે તો મૂઓં બને, એમ તો નથી ને ? જે બુદ્ધિનો ઉપયોગ ત્યાં કરે છે તે અહીં કરે : બુદ્ધિ ઊંધે માર્ગે જતી હતી તે સીધે માર્ગે જાય, તો કામ થઈ જાય. અહીં બુદ્ધિ કેળવનારે ત્યાં કેળવીને આવવું, એ કાયદો નથી. માગણીનું સ્વરૂપ સમજો :
જય વિયરાય' સાધુ તથા શ્રાવક રોજ બોલે છે. કોઈ સાતવાર બોલે તો કોઈ ત્રણવાર, તો કોઈ એકવાર. સાતવાર નહિ, ત્રણવાર નહિ, પણ એકવાર તો બોલો છોને ? કોની પાસે બોલો છો ? પ્રભુની પાસે. મૂર્તિ એ શું ચીજ છે ? “જિન પડિમા જિન સારિખી.” એટલે મૂર્તિ છે શ્રી જિનેશ્વરદેવ માનીને સેવીએ છીએ. જેઓ એમ ન માને તેને બાજુ પર મૂકો. અહીંની ક્રિયા વજનદાર હોવી જોઈએ કે પોલી ? મૂર્તિને શ્રી જિનેશ્વરદેવરૂપ માનો છો, માટે ક્રિયા ઢીલી-પોચી ન કરો. દુનિયાનો વ્યવહાર નિભાવવા વચનની જે કિંમત છે, તે અહીં સમજો. વચનની કિંમત ત્યાં કરતાં અહીં કેટલાય ગણી અધિક આવવી જોઈએ. વ્યવહારમાં વચનથી ફરી જાઓ તો તમને કોઈ ધીરે નહિ અને બહુ તો તમારો આ લોક સીધો ચાલે નહિ પણ અહીં બોલીને ફરી જાઓ તો અનેક ભવ બગડી જાય.
શ્રી જિનેશ્વરદેવની આગળ જેટલું બોલાય છે, તે બોલતાં રોમરાજી વિકસ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org