________________
– ૮ : પ્રાર્થનાનો પરમાર્થ – 8 –
૯૩
શ્રી તીર્થંકરદેવો કેવળજ્ઞાન પામ્યા બાદ પણ તીર્થને માને છે, એવા તીર્થને જે પામે તે પરમ પુણ્યવાન. આપણે પામ્યા માટે આપણે પણ પરમ પુણ્યવાન. પરમ પુણ્યવાન કહેવરાવ્યા પછી જોખમદારી ઘણી મોટી છે. અધિકાર મેળવ્યા પછી અધિકાર સાચવવાની જોખમદારી ઓછી નથી. તીર્થ પામ્યા એમ કહીએ અને સાચવવાની જોખમદારી સમજીએ નહિ, તો તીર્થ પામ્યા તે કામનું શું ? ચિંતામણિ મળ્યા પછી ભીખ માગવા જાય, તો લોક એને મૂર્મો જ કહે ને ?
આ તીર્થ પામ્યા બાદ-આ તીર્થનો મહિમા હૃદયમાં ઊતર્યા બાદ, આત્મા એકેએક અયોગ્ય વિચારથી હમેશાં કંપતો રહે : જ્યારે અયોગ્ય વિચારને સ્થાન આપવાની ભાવના થઈ, કે તીર્થ હારી જવાય. એક પણ સુંદર વિચારને હૃદયમાં સ્થાન આપવા પ્રયત્ન ન થાય, સિદ્ધાંતોથી ખસવાની ભાવના આવે અને તેના શાશ્વતપણામાં શંકા થાય, તો એ તીર્થ હારી જવાય.
શ્રી તીર્થંકરદેવોથી લેવાયેલા અને જગતમાં જેની જોડી નહિ એવા તીર્થને પામેલા આત્માને એ તીર્થના શાશ્વતપણામાં શંકા હોય જ નહિ. તેના સિદ્ધાંતોમાં શંકાની ભાવના પણ ન હોય : એવા આત્માને એક પણ સુંદર વિચારના સ્વીકારમાં આનાકાની ન હોય : અને એક પણ અયોગ્ય વિચાર લાવવાની મૂર્ખાઈ ન હોય. આ તીર્થ પામેલા માટે આટલી બધી જોખમદારી છે. અસ્તુ.
શ્રી આચારાંગ શાસ્ત્ર, ભગવાન શ્રી મહાવીરદેવે સારાય જગતના હિત માટે કહેલ છે. આપણે એ સૂત્રનું ધૂત' નામનું છઠું અધ્યનન વાંચવું છે, તો તે પહેલાં ઘટતી તૈયારી કરવી જોઈએ. ધૂનન થાય ત્યાં તો મજબૂત આદમી ટકે. તમારા હાથે અનાદિ કાળથી જે વિષય-કષાયાદિના પાયા મજબૂત કર્યા છે, તેને તમારા હાથે જ ખોદાવવાના છે : તમારું બાંધેલું તમારે ખોદવાનું છે : ત્યાં મારાપણું રહી જાય તો તે ન બને. સભા : “ને સૂર સો ધને સૂરા' નો અર્થ શો ?
આ વાત કહેવાઈ ગઈ છે. ગઈ કાલે પણ કહેવાઈ છે. એનો આશય એ છે કે જે આત્મા કર્મમાં શૂરવીર હોય તેને, કદાચ સુગુરુનો યોગ મળે અને ધર્મ પામી જાય, તો જરૂર એ આત્મા ધર્મમાં પણ કમાલ કરે. પણ ધર્મશૂર બનવા ઇચ્છનારે કર્મશૂર બનવું જ જોઈએ, એ કાયદો શ્રી જિનશાસનમાં નથી.
એક આત્મા અયોગ્ય ક્રિયામાં એટલો બધો ઉન્મત્ત બની ગયો છે કે જેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org