________________
૯૭
97 –
– ૮ : પ્રાર્થનાનો પરમાર્થ – 8 – ખોટાને ખોટા તરીકે નહિ માનનારા જો ભણેલા કહેવાતા હોય, તો પણ તે ભણેલા નથી, કારણ કે તેમનું જ્ઞાન તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે.
છોડાય તો સારું'-એ ભાવના અને છોડું-એ પરિણામ ! પરિણામ થયા બાદ કાર્ય. પરિણામ ચાલ્યાં પણ જાય ? માટે શાસ્ત્ર કહે છે કે શુભ પરિણામ આવે કે ઝટ કાર્ય કરો. શુભ પરિણામ દુર્લભ છે, માટે ઝટ અમલ કરો. પાપના પરિણામમાં વિચાર કર્યા વિના કદમ પણ ન ભરો અને શુભ પરિણામના અમલમાં વિલંબ ન કરો.
ચોથા ગુણઠાણે પણ ભાવના તો ઊંચી ભગવાને સંઘમાં ગૃહસ્થ અને સાધુનો યોગ સાથે કેમ રાખ્યો ? રીતિનીતિ તો ન્યારી છે. તમારું એક ગામ-અમારું કોઈ ગામ નહિ :તમારે ઘર છે-અમારે તે નથી :તમારે માથે પાઘડી ને અમારે તે નહિ ? તમારામાં અને અમારામાં ભેદ તો ખરો ને? છતાં શાસનનાં ચાર અંગમાં તમે પણ ખરા ને? કારણ ?-ધ્યેય, પ્રાર્થના, ભાવના એક જ છે માટે !
અમે મોક્ષ ઇચ્છીએ છીએ અને તમે બીજું ઇચ્છો છો ? અમે અહિંસક ભાવને ઇચ્છીએ છીએ અને તમે હિંસકભાવ ઇચ્છો છો ? અમે સત્યવાદ ઇચ્છીએ છીએ અને તમે અસત્યવાદ ઇચ્છો છો ? અમે અચૌર્યભાવમાં રમીએ છીએ અને તમે ચોરી કરવા ઇચ્છો છો ? અમે સ્ત્રીસંગનો ત્યાગ ઇચ્છીએ છીએ અને તમે શું તેનો સંસર્ગ ઇચ્છો છો ? અમે નિગ્રંથપણામાં માનીએ છીએ અને તમે પરિગ્રહપણું ઇચ્છો છો ? નહિ જ. અહીં અત્યારે માત્ર ઇચ્છાની જ વાત ચાલે છે. બંધનને ઢીલાં કરવા માટે ધૂનન કરવાનું છે : માટે ભાવનામાંવિચારમાં ખૂબ મજબૂત બનો !
મોહના મહેલના પાયાને મૂળમાંથી હલાવવાના છે : મોહમાં ફસી જે કાર્યવાહી કરો છો તે કાપવાની છે : માટે આપણે પ્રાર્થનાનો વિચાર કરી રહ્યા છીએ. જેની સલાહ લેવી હોય તેની સલાહ લો, જ્યાં વિશ્વાસ હોય ત્યાં પૂછો, અને સમજો કે “સુવું – વર્તતે ? સુખ ક્યાં છે?” અમને પણ તમે તો જ માનો કે જ્યાં સુધી અમે ભગવાન શ્રી મહાવીરદેવના હોઈએ: એ ગેરંટી છે. અમને જ માનવા તમે બંધાયેલા નથી. આજ્ઞાથી વિરુદ્ધ બનેલી વ્યક્તિ પ્રત્યેના રાગને શ્રી જિનેશ્વરદેવના શાસનમાં મિથ્યાત્વ કહેલ છે. વ્યક્તિમાં રહેલી સર્વસ્તુનો રાગ હોઈ શકે. જ્યાં એ વસ્તુ ન દેખાય ત્યાં રાગની જરૂર જ નથી, પરંતુ ત્યાં તો ત્યાગ જ હોય. ધ્યેય એક ન હોય તો તમારો અને અમારો યોગ બને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org