________________
૯૮
–
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
જૈનશાસનની મૈત્રીભાવના શું છે?
ના વીરાય ન ! તારી જયમાં અમારી જ્ય, માટે હે જગદ્ગુરુ વીતરાગ ! તું જયવંત રહે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી તું જ્યાં સુધી જયવંતો, ત્યાં સુધી અમારી જય. તમારા કરતાં ઊંચા શરીરવાળા, ત્રણ ગાઉના શરીરવાળા, અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળા, ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા મનુષ્યો પણ અકર્મભૂમિમાં છે. છતાં તેઓની ત્યાંથી સીધી મુક્તિ થતી નથી. એનું કારણ ત્યાં વીતરાગ અને વીતરાગનું શાસન નથી માટે !
જેની જયમાં આપણી જય રહેલી હોય તેની જ આપણે જય બોલાવીએ : દેવની, ગુરની, ધર્મની અને બહુ તો શાસનદેવની જય બોલાવીએ : પણ બીજાની નહિ. જય વિયરાય બોલતાં જ હૃદયમાં ડૂમો ભરાવો જોઈએ : પણ તે
ક્યારે ભરાય ? વસ્તુ સમજાય તો ! ચલચિત્ત થઈ જાઓ છો તેનું કારણ ? ચિંતવન કરતા નથી એ જ. બાકી શ્રાવકની કરણી પણ જ્ઞાની પુરુષોએ એવી ગોઠવી છે-એમાં એટલો બધો સમય નિયત કર્યો છે કે જો તેમ કરવામાં આવે તો આત્મા સંસારના કોઈ પણ પદાર્થ તરફ ઢળે નહિ. પણ કરણી લગભગ મૂકી દેવાઈ છે. ત્રિકાળ જિનપૂજનમાં એક કાળ આરાધો, તેમાં પણ અધૂરું ! પૂજાનાં ઉપકરણો પણ એવાં અનુપમ હોવાં જોઈએ કે જે કોઈ ઇતર પણ જોવા થંભે. પશ્ચિમના લોકો આબુ ઉપર શું જોવા આવે છે ? કોતરણી. પણ એ જોતાં જોતાં કોને માટે આ કોતરણી કરાઈ, એ એમના હૃદયમાં વાસ કરી જાય છે.
ભાવશુદ્ધિ માટે દ્રવ્યશુદ્ધિની બહુ જરૂર છે. દિવસે દિવસે સ્થિતિ વધે તેમ ઉપકરણો ઉત્તમ ઉત્તમ રાખવાં જોઈએ. વિચારો કે અહીં જે મનોવૃત્તિ રહે છે, તે બજારમાં કેમ નથી રહેતી ? સ્થાન ફર્યું તેથી ! અહીં દ્રવ્યશદ્ધિ છે. કોઈને ન થાય તે વાત જુદી. જ્યાં દ્રવ્યશુદ્ધિ ઊંચા પ્રકારની, ત્યાં ભાવના પણ ઊંચા પ્રકારની થાય.
મહારાજા કુમારપાળ મધ્યાહ્નકાળની પૂજા દરરોજ “ત્રિભુવનપાલ વિહાર' નામના મંદિરમાં કરતા. ચતુરંગી સેના સાથે જતા. શ્રીમાનો તેમની ભેગા ભળતા. એમને પણ એમ થાય કે મહારાજા કુમારપાળ જેવા આટલો આટલો સમય કાઢે, તો આપણે કેમ ન કાઢીએ ? મહારાજા કુમારપાળ ઠાઠમાઠપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરતા. શાસ્ત્રમાં વિધિ છે કે શ્રીમંત ઠાઠમાઠથી ઉપાશ્રય સામાયિક કરવા આવે. ઋદ્ધિમાન ઋદ્ધિ લઈને આવે : સાહેબી સાથે આવે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org