________________
૮ : પ્રાર્થનાનો પરમાર્થ - 8
જોનારાને થાય કે શેઠ પણ સામાયિકનો વખત કાઢી સામાયિક કરવા જાય છે. બતાવવા માટે કાંઈ નથી, પણ એ ક્રિયાથી ઇતર આત્માને ભાવના જાગ્રત થાય કે આટલી પ્રવૃત્તિમાં પણ આ શેઠ સામાયિક ભૂલતા નથી. અપ્રશસ્ત ગર્વ ન આવી જાય તેની કાળજી રાખવી જોઈએ. પારકાનું ભલું કરતાં પોતાનું ઊંધું ન વળે, એ બહુ સાચવવાનું છે. ઉપદેશકે પણ કલ્યાણની કામનાથી ઉપદેશ દેવો : કોઈને તે ન રુચે એથી નારાજ નહિ થવું : ઉપદેશ એ અનુગ્રહ સિવાયની બીજી બુદ્ધિથી દેવાનો નથી. ખ્યાતિ, પૂજા, પ્રસિદ્ધિ માટે ઉપદેશ દે તો તે ધૂળ ઉપર લીંપણ જેવું છે. શ્રી જૈનશાસનમાં મૈત્રીભાવનાનું સ્વરૂપ લખતાં કહે છે કે :“પરહિતવિતા મૈત્રી "
99
‘પારકાના હિતની ચિંતા એ મૈત્રીભાવના છે.’
અમે તમને ઉપદેશ આપીએ કે આ ન ખાવું, આ ન પીવું, તે શાથી ? અમે ન ખાઈએ અને તમે કેમ ખાઓ ? તેથી એ ઇર્ષ્યાથી નહિ, પણ કેવળ તમારા હિતને જ માટે !
૯૯
ભાષાસમિતિનો ભંગ શેમાં ?
શાસ્ત્રશ્રવણ દુર્લભ છે. તેર કાઠિયા ત્યાંયે સતાવે છે. ઘેરથી વ્યાખ્યાનનું શ્રવણ કરવા આવે : માનીને જ આવે કે મનુષ્યજન્મ મળ્યો છે : દેવપૂજા, ગુરુવંદન, વ્યાખ્યાનશ્રવણ, એ બધું થાય તેટલું ઉત્તમ છે : પણ પેલો મોહ ત્યાંયે પોતાના સુભટો મોકલે. મોહ વિચારે કે ભાઈબંધ ભાવનાએ ચડ્યા છે. પ્રયત્ન એવા કરો કે ત્યાંથી છટકે. આળસ વગેરે કાઠિયાને તો દૂર કર્યા, પણ છેવટે વ્યાખ્યાનમાં પેલો માન કાઠિયો આવીને ઊભો રહે. કહેતાં કહેતાં મુનિ કહે કે ‘તમે આવા.' તરત પેલો માન કાઠિયો ભાઈબંધને ઉશ્કેરે. તરત બોલે કે ‘સાધુનો આ આચાર ? આપણને આવું કહેનાર એ કોણ ?' આવું શાથી બોલાય ? માનથી ! ધન્નાજીએ શાલિભદ્રને કાયર કહ્યા હતા. શાલિભદ્રે એમ ન વિચાર્યું કે મને કાયર કેમ કહ્યો ? વિચાર્યું કે ‘કાયર છું માટે કાયર કહ્યો અને તે પણ મારી કાયરતા દૂર કરવા માટે ઃ મને કાયર કરવા માટે નહિ, પણ મારામાં શૂરવીરતા આવે માટે મને કાયર કહ્યો. એમાં વાંધો શો ?’ અહીં શું ? મહારાજ કહે છે એ બધું ખરું,-પંચ કહે તે માબાપ, પંચ પરમેશ્વર, પણ મારી ખીલી તો ન જ ખસે ! ‘મહારાજ કહે તે ખરું પણ’-પણ શું એ
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org