________________
૨૨૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
–
2
સીતા કયાં ગઈ ?' કોઈએ પણ ઉત્તર નહિ આપવાથી રામચંદ્ર કોપાયમાન થયા : કહ્યું “જાઓ ! જીવવાની ઇચ્છા હોય તો કુંચિત કેશવાળી સીતાને પણ મને જલદી દેખાડો ! મારી દુઃખી અવસ્થામાં પણ આ બધા ઉદાસીનપણે ઊભા છે ?' એમ કહીને રોષમાં ને રોષમાં બધાને મારવાના જ એક ઇરાદાથી ધનુષ્યને ગ્રહણ કરતા ભાઈને શ્રી લક્ષ્મણજીએ કહ્યું કે “હે આર્ય ! આ શું કરો છો ? ખરેખર, આ સઘળો લોક આપનો કિંકર છે. દોષથી ભય પામેલા અને ન્યાયનિષ્ઠ એવા આપે જે સીતાદેવીનો ત્યાગ કર્યો હતો, તેમ ભવથી ભય પામેલા અને પોતાના આત્મકલ્યાણરૂપ સ્વાર્થમાં એકતાન બનેલાં શ્રી સીતાદેવીએ પોતાના હાથે જ કેશોને ઉખેડી નાખીને, વિધિ મુજબ ઉદ્યાનમાં રહેલા મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી છે અને ઉદ્યાનમાં હમણાં જ તે મુનિવરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેનો મહોત્સવ પણ અવશ્ય કરવા યોગ્ય છે અને વ્રતધર શ્રી સીતાજી પણ ત્યાં જ છે.” આ સાંભળી સ્વસ્થ બનેલા શ્રી રામચંદ્રજી પણ બોલ્યા કે-“સારી વાત છે કે સીતાએ કેવળજ્ઞાની મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી.” આજે આ રીતે શાંત કરે એવો ભાઈ પણ ક્યાં છે ? - હવે તો એનું એ લોક તાળી પાડી કહેવા લાગ્યું કે “ધન્ય છે સીતાને !” દિવ્ય કરી રહ્યા પછીથી દરેક વખતે લોક સીતાને વખાણવા લાગ્યું. લોકને શું? જેવો વાયરો વાય તેવું બોલે. આપણો મુદ્દો એ છે કે લોકની દશા કઈ ?” લોક તો વાત વાતમાં વિરોધ કરે. વાત સજ્જનની કહેલી છે કે દુર્જનની-એની પરીક્ષા લોકને થોડી કરવી છે ? લોકનો સ્વભાવ જ એ છે કે એ તો દરેકની વાત ફાવે તેમ ફેલાવે.
ગાંડા લોકના વિરોધથી મૂંઝાઈ જઈને શ્રી સીતાદેવીનો ત્યાગ કરવાથી, શ્રી રામચંદ્રજી જેવા મહાપુરુષને પણ પશ્ચાત્તાપ કરવો પડ્યો તો પછી બીજાનું શું? માટે શાસ્ત્રકાર મહર્ષિઓ લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ ફરમાવે છે, પણ લોકના વિરોધ માત્રથી ગભરાઈ જઈને સત્ય વસ્તુનો કે સત્ય વસ્તુની ઉપાસનાનો ત્યાગ કરવાનું ફરમાવતા નથી-એ ધર્મના આરાધક આત્માઓએ બરાબર સમજી લેવા જેવું છે.
સભાઃ સીતાજીને દીક્ષા આપી ત્યારે શ્રી રામચંદ્રજી વગેરે ત્યાં આવીને તોફાન કરત તો? ભૂલ્યા ! આ વાત કદી બને જ નહિ, પણ માની લો કે કદાચ બને, તો ઇંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org