________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
પ્રયત્ન, મહેનત, ગુલામી વગેરે દુનિયા માટે છે, તે જો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આવી જાય, તો તો આજે કામ થઈ જાય. દુનિયાદારીનાં માણસોને ગમ ખાતાં કેવી સ૨સ આવડે છે ! માથે પાઘડી ભલે, પણ તમારાથી મોટો કોઈ આવે અને કહે કે ‘બેસો !’ - તો તરત જ નીચી મુંડીએ નમી જાય. ને અહીં સાધુ કંઈક કહે તો તરત જ બોલી ઊઠે કે : ‘સાધુ અમને કહે ? અમે કોણ ? જેન્ટલમેન.’ પણ અહીં કંઈ પોપાબાઈનું રાજ્ય નથી. કર્મસત્તા ભયંકર છે. માનો કે ન માનો, સદ્દહો કે ન સદ્દહો, પણ જે દિવસે એ સત્તા ઉદયમાં આવશે, તે દિવસે એના સકંજામાં પકડાયા પછી ઇંચભર ચસી શકાશે નહિ. સંભળાય છે કે, પંચમજ્યોર્જહિંદુસ્તાનના માલિક પણ કર્મસત્તાથી રિબાય છે : બહુ માંદા છે : ડૉક્ટરો નાડ પકડી તપાસ્યા કરે છે : કર્મસત્તા કોને છોડે છે ? કહેવાનું તાત્પર્ય એ છે કે દુનિયાના મહાનમાં મહાન સમ્રાટને પણ કર્મની સત્તા છોડતી નથી. બાકી આપણે કે જેમને સમસ્ત વિશ્વનું જ કલ્યાણ ચાહવાનું હોય, તે તો એમ જ ઇચ્છે કે દર્દીની હાલત જલદી સુધરો. આખરે જ્યારે આયુષ્ય આવી રહેશે, ત્યારે કોઈનું કાંઈ ચાલે એમ છે ? ઊંધે રસ્તે ચાલનારાને કહેવાય છે કે મરીને કયા કાકાને ઘેર જવાના ? કોઈ આડતિયો બાતિયો છે ? ‘સાધુને ગાળો દેતાં, અને પ્રભુના શાસન સામે, સિદ્ધાંતો સામે છડેચોક ફિટકાર કરતાં જેઓને શરમ નથી આવતી, તેઓને સમજાવો કે પરિણામે મરી જશો અને પાપના ઉદયે પીટાશો, પીડાશો, સડી જશો, અને રોમ રોમ કીડા પડશે.
શ્રી વીરવિજય મહારાજા પણ શું કહે છે ? સાંભળો.
તીરથની આશાતના નવિ કરીએ ઃ
૫૦
“તીરથની આશાતના નવિ કરીએ. આશાતના કરતાં થકાં ધનહાણી,
હાંરે ભૂખ્યા ન મળે અન્ન-પાણી;
હાંરે કાયા વળી રોગે ભરાણી,
હાંરે આ ભવમાં એમ.
- તીરથની આશાતના નવિ કરીએ.”
એ બધું વાંચો. એ લખનાર તમારઃ હિતસ્વી હતા. દુનિયાની સત્તા પૂરેપૂરી
Jain Education International
50
For Private & Personal Use Only
www.jainelibrary.org