________________
49 – ૪ : તીરથની આશાતના નવિ કરીયે - 4 - ૪૯ ખોખાના-ઝૂંપડીના શેઠ છો ? શેઠ હો તો તમને શાસ્ત્રને નમતાં શરમ આવે ? તમે ત્યાં ગુલામ છો, માટે જ આવી ગુલામીમાં શરમ આવે છે. હું ખાતરીથી કહું છું કે તમે દુનિયાદારીની ગુલામી સ્વીકારો છો, ત્યાં ઝૂકો છો, માત્ર ત્રણ લોકના ધણીની ગુલામી નથી ગમતી! ખરેખર, શ્રી જિનેશ્વરદેવની, એટલે કે પરમતારક શ્રી વીતરાગદેવની આજ્ઞા, સેવા અને શ્રી વીતરાગે ઉપદેશેલો ત્યાગમાર્ગ જેના હદયમાં જો નથી, તેના જેવો આ જગતમાં બીજો કોઈ ગુલામ નથી. અરે, તમે જેની ગુલામી કરો છો, અને તમે કહો છો કે હું તારો, પણ પેલા ના કહે છે : કે-અમે તમારા નહિ. કદી કોઈ કહે કે અમારા. તોયે શાને માટે ગુલામી કરો છો એ તો બોલો ? સ્વાર્થ માટે.
હું તો બિનઅનુભવી અને તમે બધા અનુભવી, પણ શાના? સંસારરૂપ કેદના કે બીજાના ? અરે કહોને કે ફસેલા અનુભવી આવા હોય ? અનુભવના અર્થની તો ખબર નથી. વિષ પ્રાણનો નાશ કરે, એ શાથી જાણ્યું ? ખાઈ જોઈને જાણ્યું કે જાણકારના કહેવાથી જાણ્યું ? તે જ રીતે સર્વદર્શી શિષ્ટ પુરુષોના અનુભવે અહીં પણ ત્યાજ્ય વસ્તુ તજાય. ત્યાજ્યના અખતરા ન હોયત્યાજ્યના અખતરા કરનારા તો વિરના શાસનના સ્વરૂપથી અજ્ઞાત છે. ત્રણ લોકના નાથની ગુલામી નથી ગમતી અને ક્ષણિક વસ્તુની ગુલામી કેમ ગમે છે ? બજારમાં કે ઘરમાં શેઠ છો ? શરીરના તમે શેઠ છો ને ? જો શરીરના શેઠ હોત, લક્ષ્મીના માલિક હોત તો આવા હોત ? ત્યાં બધે તમારી શી સ્થિતિ છે તે વિચારો. ફક્ત ધર્મમાં જ તમે અક્કડ. આ બધું વિચારો તો તો તરત જ આ ધર્મધ્વજ સામે નજર જાય. આ વિચારો તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને શિર ઝૂક્યા વિના ન રહે.
ખરી વાત છે કે પંચમકાળ, હુંડાવસર્પિણી, અને કૃષ્ણપક્ષીયા જીવ,-એને ધર્મધ્વજ બતાવવો, ત્યાં પ્રેમ કરાવવો, અને એ આપવો એ કાંઈ નાનાસૂના ખેલ નથી ! ત્યાં કાંઈ મસ્તક નમે ? નાટકની પરીઓ આગળ મસ્તક નમે, સિનેમામાં આવતા ચોરટાઓ કે ઉઠાઉગીરો સામે આંખ ફાડી ફાડી જોવાય, ચહાના ગરમાગરમ ઘૂંટડા ગળે ઊતરે, ફક્ત શાસ્ત્ર તરફ આંખ કરડી રહે ! ખરેખર, કેવી ભયંકર દુર્દશા છે ? પરમોપકારી શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા તો કહે છે કે પંચમકાળના જીવો જેવા ચોથા કાળમાં નહોતા.
દુનિયાદારી માટે જીવી રહેલાં પ્રાણીઓની જે ઉદારતા, ક્ષમા, શાંતિ, ઉદ્યમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org