________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
76
સમજવો તે. કારાગાર એટલે કેદખાનું ! તમે સંસારને કેદખાનું સમજો છો ? મુદત નહિ પાકી હોય માટે પડ્યા રહ્યા હશો ? મારા જેવો તમારી સિફારસ કરી મુદત કપાવે તો તમે તૈયાર છો ? તમે એટલું કહો કે તમારા વચન ખાતર તૈયાર છીએ તોયે બસ.
કેટલાક કેદી પણ એવા રીઢા હોય છે કે બહાર કાઢે તોયે ના કહે : એને તો કેદમાં જ મજા આવે. તમે એવા તો રીઢા નથી. માગો છો બરાબર પણ અવસ્થા રીઢા જેવી બની ગઈ છે : ખસવું વસમું લાગે છે.
શ્રી જિનેશ્વરદેવ આગળ જઈએ : આપણને હીનકોટિના માનીએ : કહીએ કે એ તારક અને હું ડૂબેલો, એ શુદ્ધ અને હું મલિન, એ કર્મરહિત અને હું કર્મથી આવરિત, એની હયાતીમાં મારી હયાતી અને એના અભાવમાં મારો નાશ. હે વીતરાગ ! આ સ્વરૂપે પણ નિરંતર તું જયવંતો રહે. ભગવનું ! તારા પ્રતાપે મને સંસારનો નિર્વેદ હો. સંસારને કારાગાર સમજી નીકળવા તાકાતવાન બનું, એ મારી દશા કર. “ભવનિબૅઓ.' આ દશા આવ્યા વિના આગળનો એક પણ ગુણ વાસ્તવિક રીતે આવે તેમ નથી. મૂળ પાયો જોઈએ જ. પાયા વિનાનો મહેલ ટકે ? પાયા વિનાનો મહેલ,-બેસનારને, રહેનારને અને એની છાયામાં ઊભા રહેનારને પણ ભયંકર છે. એ લોભ ન કરતા કે એ રૂપાળો, રંગીલો, સુંદર દેખાતો, દેવવિમાન જેવો છે. એવા મહેલમાં પણપાયા વગરનો હોય તો કોઈ બેસવાનું કહે તો કહેજો કે ના ભાઈ ! નહિ બેસું ક્યારે ગબડે એની શી ખાતરી ?
ધર્મપ્રાસાદનો પાયો “ભવનિબેઓ’ જોઈએ ને ? ભવ કારાગાર ન લાગે તેને આ ન જચે. ઔષધ પાનારને જેને ભવ મીઠો લાગતો હોય તેનો ઉધમાત તો સહન કરવો પડે.
કહી ગયો છું કે તમારી પાસે કોઈ શ્રી જિનેશ્વરદેવના માર્ગ વિરુદ્ધ બોલે તો સમજાવજો, ના માને તો નવકાર દેજો : આપણાથી એમનું બૂરું ન ચિંતવાય અને એમના ભેગા ડુબાય પણ નહિ ! જમીન એવી છે કે ભૂલે તે લપસે : કાઢનારે સાવચેત રહેવું જોઈએ : સામાનું કાંડું પકડવું ને પગ ન ખસવા દેવો : એ પડે તોયે અક્કડ રહી ઊભો કરવો : સૂઈ જાય તોયે ખસ્યા વિના ઊભો કરવો : ઊંચકીને લઈ જવો : લાતો ખાવી પણ ગબડવું નહિ. સામાનું કલ્યાણ કરવું, એ નાનાં છોકરાંની રમત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org