________________
-- ૬ઃ ગૌરવવંતુ ગુરુપદ - 6 મૂંઝાયા વિના શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં અડગ રહી, માર્ગને પ્રચારવા, ખીલવવા, એના વધુ આરાધક અને રક્ષક બનવા-બનાવવા, કાર્યવાહી કરવાની જેમ અમારી ફરજ, તેમ તમારી પણ છે. આપણો નાતો સગો છે, ઓરમાન નથી. અમે સગા ગુરુ ને તમે સગા શ્રાવક: આપણા બેયના તારક શ્રી જિનેશ્વર દેવ.
જેમ દૂધમાં ઘી તેમ આત્મામાં સિદ્ધિપદ છે. માખણ કાઢવાની ગોળીમાં રવૈયો ક્યારે ફરે ? દૂધનું દહીં કેવું લીસું થાય ત્યારે ! રવૈયા ખેંચનારા કેવા હોય? મજબૂત, પસીને રેબઝેબ થાય તોય ખેંચ્યું જ જાય એવા હોય. ખેંચતાં એવો ઘોંઘાટ થાય કે ઊંઘતા જાગે. ખેંચવાની વાત તો દૂર છે. હજી તો ગોળીમાં દૂધ નાખવાની વાત છે, ત્યાં તો પંચાત છે, પોષક દૂધની સાથે નાશક દૂધ પણ હોય છે. ગોળીમાં તો પોષક દૂધ જ નખાય. એ દૂધને ઓળખવા માટે યંત્રો કાઢવાં પડશે. અસ્તુ. આગળ શું શું આવે છે, તે હવે પછી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org