________________
૭ : ભવનિર્વેદનું મહત્ત્વ
શાસન એકવીસ હજાર વર્ષ રહેવાનું છે, પણ તે શી રીતે ?
♦ શ્રી ‘કુમારપાળ ચરિત્ર'નો એક પ્રસંગ :
પહેલાં ભવનિર્વેદ શા માટે ?
શ્રી સ્કંદકસૂરિ અને તેમના પાંચસો શિષ્યો :
અને આજે એ વાત સાક્ષાત્ અનુભવાય :
♦ કડવું પણ હિતકારી હોય તે જ અપાય :
40
વિષય : તીર્થ પર મમત્વ તરવાનો માર્ગ : જયવીયરાય પદાર્થ વિચારણા હેઠળ પહેલી ભવનિવ્વઓ'ની પ્રાર્થના પર પ્રકાશ
7
ત્રિકાલાબાધિત જૈનશાસન ઉપર મમત્વ એ તરવાનો સરળ માર્ગ છે. એ વાતને કુમારપાળ મહારાજાના કંટકેશ્વરી દેવીના પ્રસંગથી વર્ણવ્યા બાદ જયવીય૨ાયમાં સૌથી પહેલી માગણી ‘ભનિર્વેદ’ની કેમ ? એનો વિશિષ્ટ ખુલાસો રજૂ કરતું આ સુંદર પ્રવચન છે. ‘ભવનિવ્યેઓ’ માગનારની ભાવના અને પુરુષાર્થ પણ કેવા હોય ? એ માટે પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા પૂ. આ. શ્રી બપ્પભટ્ટીસૂરિજી મ.નો છ વિગઈ ત્યાગ, અને પૂ. આ. શ્રી સ્કંદસૂરિજી મ.ના પાંચસો શિષ્યોનો ઘાણીમાં પિલાઈ જવાનો હૃદયદ્રાવક પ્રસંગ : આ બધાને કારણે આ પ્રવચન હૃદયંગમ બન્યું છે. વાસ્તવિક કોટિની ભાવદયા કોને કહેવાય એનું સ્વરૂપ અહીં સરસ રીતે જાણવા મળે છે.
સુવાવાસ્તૃત
♦ જે જે ક્રિયાઓ પોતાના કલ્યાણ માટે યોજાયેલી છે, તે બધી ક્રિયાઓમાં પોતા સાથે પારકાનું ભલું નિયત છે.
♦ ધર્મી કહેવરાવવું ગમે છે, કોઈ અધર્મી કહે એ ગમતું નથી, પણ ધર્મી બનવાનો પ્રયત્ન થતો નથી.
♦ બળનો ઉપયોગ ઉત્તમમાં ઉત્તમ વસ્તુના સંરક્ષણ માટે થવો જોઈએ !
♦ માસક્ષમણને પારણે માસક્ષમણ કરે, પણ ગુરુ આજ્ઞાભંજક હોય તો તે ઉત્કૃષ્ટથી અનંત સંસારી
થાય.
♦ જ્ઞાનીઓ શરી૨ પિલાય તેને બહુ વજન નથી આપતા, આત્મા ન પિલાવો જોઈએ.
૭ આત્માના દયાળુ બનો કે તરત બીજાની વાસ્તવિક દયા આવશે.
૭૦ સંસારના જીવો ઉપર ઉપકાર કરનાર પણ ગાળો તથા તિરસ્કાર ખમવાની તાકાત કેળવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org