________________
-
– ૬ ઃ ગૌરવવંતુ ગુરુપદ - 6 –
૭૫ રંગરાગ, વિષયકષાય અને ઇંદ્રિયો પર જેમ બને તેમ વધારે અંકુશ મૂક, કે જેથી ભવિષ્યમાં રૂડું બને. તમે ગમે તેમ કહો, પણ જ્યાં સુધી મારી પાસે આવવાના, ત્યાં સુધી આવનારને આ વસ્તુ કહ્યા વિના હું રહેનાર નથી. ઇરાદાપૂર્વક લેવા આવનારને હું ન બતાવું તો ગુનેગાર ખરો ને ! ડૉક્ટર અને કંપાઉન્ડર :
ભગવાન પાસે તમે શું માગી આવ્યા ? ભવનિÒઓ. સંસારમાં આત્મા એટલો લીન બન્યો છે કે છટકતો નથી : હે ભગવન્! તારા પ્રભાવે મને ભવ પ્રત્યે નિર્વેદ થાઓ ! તમે જેમાં રહ્યા છો, તે પ્રત્યે નિર્વેદ ને ? તમે જે સંસારમાં રહ્યા છો, તે સંસાર ખરાબ છે કે નહિ ? ખરાબ છે છતાં રહ્યા છો એમ ને ? રહેવાની ઇચ્છા નથી માટે જ એવી પ્રાર્થના કરીને અહીં આવો છો ને ? તમે જેને ખરાબ કહો, તેને હું સારો કહું તો ઓઘો લાજે કે નહિ ? આ સંસાર તજવાની ભાવના લાવ્યા વિના છૂટકો નથી. ભવાંતરે પણ લાવવાની તો છે જ. નથી રચતું તેને માટે પણ આ કથન લાભદાયી છે : દુર્ગતિમાં પણ નિમિત્ત પામીને કદાચ યાદ કરી શકશો કે સાધુ તો ઘણુંયે કહેતા હતા કે “સંસાર છોડોપણ ન છોડ્યો. શાસ્ત્ર કહે છે કે સ્વયંભૂરમણ સમુદ્રના મચ્યો ત્યાં રહેલા બીજા શ્રી જિનેશ્વરદેવની મૂર્તિના આકારના સભ્યોને જોઈ સમ્યક્ત પામે છે. એ સમુદ્રમાં પ્રાય: દરેક આકારના સભ્યો હોય છે. શ્રી જિનેશ્વરદેવની મૂર્તિના આકારના સભ્યો જોઈ ખ્યાલ કરતાં જાતિસ્મરણના યોગે એમ થાય કે આવા દેવ પામીને પણ હારી ગયા. ત્યાં સમ્યક્ત પામી દેવાદિગતિએ જાય.
તમે ઊંચા-નીચા, વાંકાચૂંકા, આડા-અવળા થાઓ, બબડો, પણ હું મારી આ વાત કરવાનો જ. હું કમ્પાઉન્ડર શ્રી જિનેશ્વરદેવરૂપ ડૉક્ટરનો : મારું કામ એમની લખેલી દવા આપવાનું : તમે પહેલી જ દવા ‘ભવનિબેઓ” લખાવી લાવ્યા : ભવ ખરાબ છે તે ધ્યાન ખેંચ્યું : એ ડોક્ટરે કહ્યું કે આ દવા દો અને હાથે જ પાઓ. કેટલાક દરદી એવા છે કે ઘેર જઈ દવા ઢોળી દે. દુનિયાના કમ્પાઉન્ડર તો પગારદાર,-એ એટલી મહેનત ન કરે. અમે પગારદાર નથી. અમારે તો વાટવું, ઘોળવું, પાવું, બધુંય અહીં. ઊલટી કરો તો હાથ ધરીએ, પણ ઊલટી અહીં કરજો. કેટલાકને ઊલટી થાય ને કેટલાક આંગળાં ઘાલીને ઊલટી કરે. અહીં ઊલટી કરશો તો ઝટ દવા મળશે.
અહીં ‘ભવનિāઓ માટે આવ્યા છો. નિર્વેદ એટલે સંસારને કારાગાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org