________________
૧૫૨ ––
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
12
આડંબરથી મુક્તિ નથી :
સભા : બાહ્યથી શુદ્ધ દેખાતો પણ અશુદ્ધ પ્રરૂપક હોય તો ?
શાસ્ત્રકારોએ એવાઓને તો દુન્નારા: તરીકે ઓળખાવ્યા છે. તેવાઓના કથનને સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા, કારણ કે તે સાંભળવાથી આત્માનો ધર્મ નાશ પામે છે. જેની પ્રરૂપણા ખોટી, ત્યાં વસ્તુતઃ ચારિત્રશુદ્ધિ પણ કેમ હોય ? હાં, આડંબર તો અવશ્ય હોય.
સભા : શ્રદ્ધા તો ગઈ, રહ્યું શું ?
નાટકિયાપણું. જે શુદ્ધ શાસ્ત્રાનુસારી ચારિત્રને અનુસરતો હોય, જેણે ચારિત્રને સમજી પોતે અંગીકાર કરેલ હોય, જેને શાસ્ત્રાનુસારી ચારિત્ર ઉપર સદ્ભાવ હોય, જેના યોગે એ ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા હોય, એના મુખથી સૂત્રવિરુદ્ધના ઉદ્ગાર નીકળે શાના ? કોઈ કહે કે “ફલાણો આદમી તમારા વિરુદ્ધ બોલે છે, પણ છે તમારા પર પ્રીતિવાળો !! ભલા આદમી! પ્રીતિવાળો છે અને વિરુદ્ધ બોલે છે,એ મેળ મળે ? જેને શ્રી જિનેશ્વરદેવે કહેલા માર્ગ પ્રતિ રાગ હોય, જે એ માર્ગનો પાલક હોય, તે માર્ગની વિરુદ્ધ બોલે ? કોઈ ચીજ પોતાથી ન પળાય એ વાત જુદી છે : શાસ્ત્ર કહે છે કે બધાની શક્તિ સરખી ન હોય'-પણ એથી એ સિદ્ધ નથી થતું કે “કરણીયને અકરણીય કહેવું :” તેની ફરજ તો એ જ કહેવાની છે કે : “કરવા યોગ્ય તો આ.” કોઈ પૂછે કે : “તમે કેમ નથી કરતા ?' તો કહે કે “હું પામર છું.” પણ પોતાને સમજદાર મનાવવા છતાં પણ કરે પણ નહિ અને ઉપરથી એમ કહે કે “ન કરીએ તો પણ ચાલે'-એ કેમ ચાલે ? શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આડંબરની કિંમત કશીયે નથી. અહીં નિશ્ચય લાવીને ઊભો રાખે અને બહાર આરંભ-સમારંભ બધું ચાલુ રાખે, એ શું કહેવાય ? આજે તો એવું પણ ચાલી પડ્યું છે કે “જ્ઞાનીએ કહેલી ચીજને અમલમાં મૂકવા જેટલો વર્ષોલ્લાસ હોતો નથી અને તેવા છીએ એમ બતાવવાની ભાવના જાગી છે. આ જ કારણે બધી મારામારી છે. હું કહું છું કે “તમે જેવા હો તેવા ઓળખાઓ. વ્યવહારમાં પણ એ ટેવ પાડો તો એ ટેવ અહીં આવશે.” પણ આ વસ્તુ જચે તો એ ટેવ પડે ને ?
તમે વ્યવહારમાં સ્નેહી વગેરેને કહો છો કે “તારા વગર ન ચાલે !” તે વખતે આત્માને પૂછો કે “એ સત્ય છે કે અસત્ય ?' જો અસત્ય સમજાય તો તરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org