________________
153
– ૧૨ : ધ્યાનના અધિકારીનું સ્વરૂપ – 12
–
૧૫૩
એને કહો કે “તને ખેંચવા બોલું છું, પણ તારા જેવા કોઈ ન હોય તો પણ ચાલે તેમ છે.” જૂઠું એટલું બધું ચાલ્યું છે કે “વસ્તુ પ્રત્યે સદ્ભાવ નથી જાગતો.”
સમ્યગ્દષ્ટિ એનું નામ કે જે બરાબર સત્યનો ગવેષક હોય. શ્રેણિક મહારાજાએ, સમ્યક્ત પામવા પહેલાં જ્યારે અનાથી મુનિને જોયા, ત્યારે એમને એ મુનિની દયા આવી. “આ વય, આ રૂપ અને આવો સંયમ ! નક્કી આ બિચારાને આ વયને યોગ્ય ભોગસામગ્રી નહિ મળી હોય માટે બાવો બની ગયો હશે ! હું એની પાસે જાઉં, એને જોઈતી સામગ્રી પૂરી પાડું !પોતે મુનિની પાસે જઈ કહે છે કે “તમારે નાથ ન હોય તો હું નાથ થાઉં, તમને ભોગસુખની બધી સામગ્રી પૂરી પાડું, પણ તમે આ વયમાં આ જાતિનું કાયકષ્ટ ન કરો !” એ વખતે અનાથી મુનિએ સહેજ મોં મલકાવ્યું. પોતે બોલ્યા-“રાજન્ ! નાથ વિનાનો આદમી મારો નાથ શી રીતે બને ? એ વિચારવા જેવું છે.” રાજા શ્રેણિક ઝટ ચોંક્યો. ગુણ પામવાની યોગ્યતા જુઓ. શ્રેણિકને શું શું થાય છે ? શ્રેણિકને લાગ્યું કે “મગધ દેશનો માલિક કોઈ આદમીનો નાથ થવા તૈયાર થાય, તેને આવો ઉત્તર આપનાર જરૂર ઊંચી કોટિનો-મારાથી કેટલાય ગણી ઊંચી કોટિનો હોવો જોઈએ. કેટલી બેપરવાઈ !” વિષયાધીન, દુનિયાના રંગરાગમાં મહાલનારો, દુનિયાના રંગરાગનો અર્થી આવો ઉત્તર આપી શકે ? એ તો તરત પગ પકડે, પણ આ તો મહાત્મા હતા : એ તો પોતાના અને પારકા હૃદયને તપાસવાની તાકાતવાળા હતા. આજ તો વિષયકષાયમાં મહાલનારો પણ કહે કે “અમે તો ઘેર બેઠાં જ સાધુ છીએ.' એને કોઈ પૂછે કે “ભાઈ ! સાધુ છે તો ઘેર શું કામ રહ્યો છે ?” પણ એને એ વિચાર ન આવે કે “માતા ને વંચ્યા, મારી માતા વાંઝણી, એના જેવો ન્યાય થાય છે.' માતા વાંઝણી તો તું ક્યાંથી ? ઘેર બેઠાં સાધુ ? મેળ તો મેળવો. સાધુપણું આવ્યું તો ઘર રહ્યું શું કામ ? વસ્તુનો વિચાર આડંબરે ભુલાવી દીધો છે. શ્રેણિક મહારાજે ત્યાં પલટો ખાધો. એમને થયું કે “આવો ઉત્તર ઊંચી કોટિના આત્મા સિવાય કોણ આપે ?” શ્રેણિક રાજાનું મસ્તક ઝૂક્યું. પોતે પૂછે છે કે “હું અનાથ કઈ રીતે ?' મુનિ અનાથી પોતાની જીવનકથા કહે છે : “રાજન્ ! ન માનતો કે હું ભટકતો ભિખારી છું : તારા જેવા મારે બાપ, કુટુંબપરિવાર, સુખસાહેબી, અને દેવાંગના જેવી સ્ત્રી વગેરે બધું હતું : હું પણ માનતો કે આમાં મજા છે : આ બધા મારા રક્ષક છે. પણ મેં જોયું કે આપત્કાલમાં એમાંથી કોઈથી પણ મારું રક્ષણ ન થયું. મને દાહજ્વર થયો ત્યારે મા પણ રોતી આંખે દેખતી રહી, બાપે પણ જોયા કર્યું, વૈદ્યો પણ નાડી પકડી બેસી રહ્યા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org