________________
151
–
– ૧૨ : ધ્યાનના અધિકારીનું સ્વરૂપ - 12
–
૧૫૧
ગાડીમાં જનારાઓએ બધું જાણવું તો જોઈએ ને કે આ ગાડી કયા પાટે આવે, કયાં જાય, ક્યાં બદલાય. એ જાણવાની દરકાર ન કરતાં-હું તો આ જ ગાડીમાં બેસીશ'-એવી જીદ કરે, તો ટિકિટના પૈસા નકામા જાય ને અથડાઈ મરે.
આત્મા જે જે ભૂમિકાએ હોય તે તે ભૂમિકાની ક્રિયા ઉલ્લંઘે નહિ. હા, એ ભાવના રાખે કે “ક્યારે એવો વખત આવે કે બાહ્ય આલંબન વિના પણ ટકી શકું.” પરિણામની શુદ્ધિ માટે યત્ન કરે એ ઠીક છે, પણ પરિણામની શુદ્ધિમાં હેતુભૂત ક્રિયાઓનું વર્જન કરે એ કેમ નભે ?
જે આદમી હજારો આદમી સમક્ષ ભૂલ કરતાં નથી કંપતો, તે આદમી એકાંતમાં ભૂલ નહિ કરે એની શી ખાતરી ? આટલા બધા મનુષ્યો સમક્ષ પણ પોતાની મરજી મુજબ આંખ ફેરવનાર આદમી એકલો હોય ત્યાં શું ન કરે ? શાસ્ત્ર એટલા માટે તો કહ્યું કે “મુનિઓએ ભિક્ષા માટે એકલા ન જવું.” જે આદમી સમષ્ટિમાં ન ડરે, ઉત્તમ સંયોગોમાં સ્થિર ન રહે, તે આદમી એકાંતે સ્થિર રહેવાની વાતો કરે, તે મને તો ઠીક નથી લાગતું. જ્ઞાનીએ સમુદાયની કિંમત બહુ આંકી છે. સમુદાય સમક્ષ ગ્રહણ કરેલી વસ્તુ છોડતાં વાર લાગે : આત્મા ડિંખે : આ જાણે છે, તે જાણે છે, બધા જાણે છે, એ વિચારે, પાપવાસના થાય તો પણ આત્મા પાપક્રિયાથી બચી જાય ! આમાં-ધર્મની બાબતમાં, દંભ-પ્રપંચ કરનાર, અન્યને ઠગવા સાથે પોતાના આત્માને ઠગે છે : અન્ય તો કદાચ ન પણ ઠગાય, પણ પોતાનો આત્મા તો જરૂર જ ઠગાય : માટે દંભાદિકથી અલગ રહેવામાં જ આત્મશ્રેય રહેલું છે.
એકવાર તમે કહ્યું હતું કે હું એકાંતમાં સ્થિર રહી શકું છું. માનો કે ભોળી જનતાએ માન્યું પણ તેથી તમારું શું? અમે કહીએ કે “અમે જગતપૂજ્ય': ભોળું જગત માને પણ જો પૂજ્યતા ન હોય તો કર્મ કાંઈ છોડવાનું છે ? આડંબરથી, ચાલાકીથી, હોશિયારીથી, એવું વર્તન કરાય કે મુગ્ધ જનતા બધું માને, પોલ ચાલી પણ જાય, પણ તે પછી શું ? જ્ઞાનીના વચનને માનનારો, કર્મના સ્વરૂપને જાણનારો, પરલોકાદિને માનનારો, આવા આડંબરને શરણે કદી ન થાય : આવો આડંબર કદી ન સેવે.
નીતિ તો કહે છે કે “આડંબરથી પૂજાવાય' – પણ ધર્મ કહે છે-“આડંબર કરશો તો માર્યા જશો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org