________________
૧૫૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
–
150
• કામભોગોથી વિરક્ત હોય?
પોતાના શરીર ઉપર પણ સ્પૃહા વિનાનો હોય સંવેગરૂપ સરોવરમાં નિર્મગ્ન થયેલ હોય અને સર્વત્ર સમતાનો આશ્રય કરનાર હોય! નરેંદ્ર કે દરિદ્રને વિષે તુલ્ય કલ્યાણની કામના કરનારો હોયઃ
અર્થાતુ-રાજા કે રંક, ઉભયનું સમાનપણે કલ્યાણ ઇચ્છનાર હોય? ૦ સર્વ જીવો પ્રત્યેની કરુણાનું પાત્ર હોય?
સંસારનાં સુખોથી પરાક્ષુખ હોય? ૦ ઉપસર્ગો કે પરીષદોમાં સુમેરુની માફક નિષ્પકંપ હોય? • ચંદ્રમાની માફક આનંદનો આપનાર અને પવનની માફક સંગ વિનાનો હોય!”
- આવો બુદ્ધિશાળી ધ્યાતા જ પ્રશંસાનું પાત્ર બને છે. આત્માને ન છેતરો !
આ તો સંયમનું ઠેકાણું નહિ, સંવેગનું નામનિશાન નહિ, સંસારસુખોની અભિલાષાઓનો પાર નહિ અને ઇંદ્રિયોની અધીનતા તો એવી કે ન ભણ્યાભઢ્યાનો વિવેક, ન તિથિ-અતિથિનો વિચાર, કે નહિ રાત-દિવસનું ભાન ! શરીરની આસક્તિ તો એટલી બધી કે અમુક વિના ન ચાલે અને અમુક વિના ન ચાલે !! શાંતિ અને સમતા એવી કે દેવ, ગુરુ અને ધર્મનું અપમાન ઠંડે કલેજે સહન થાય અને જાત ઉપર આવે તો એક પણ આક્ષેપ સહન ન થાય !!! આવો આત્મા પોતાના ગુણસ્થાનકને ઉચિત એવી ક્રિયાઓની અવગણના કરી, એકાંતમાં બેસી, ધ્યાન કરવાની વાત કરે, એ કેવળ આડંબર અથવા અજ્ઞાન સિવાય બીજું કશું જ નથી. આ જ કારણે શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાએ આવશ્યકને નહિ આચરતા પ્રમાદીને મિથ્યાત્વમોહિત તરીકે ઓળખાવેલ છે.
અપ્રમત્તાવસ્થા છે નહિ, આહાર વિના કે શયન વિના ચાલતું નથી, બહારનાં બધાં આલંબનની જરૂર છે અને માત્ર આવશ્યક આવે ત્યાં – “એના વગર ચાલે' - એમ કહેવું એ ટકે કેમ ?
શરીર ટકાવવા બધાં સાધન જોઈએ અને આત્માને ટકાવવા સાધન ન જોઈએ ? આનું નામ મતભેદ નથી પણ મતિનો વિપર્યા છે. આ બુદ્ધિભેદથી તો પરિણામે આત્મા સત્યથી ખસી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org