________________
૩: અપરિવર્તનશીલ શાસન
સાધક પોલા, માટે સાધન પણ પોલાં?
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરીશ્વરજી મહારાજા મંગલાચરણમાં શ્રી તીર્થની પ્રશંસા કરે છે : પ્રશંસા કરતાં ફરમાવે છે કે “તીર્થ ગતિ-તીર્થ હંમેશ જયવંતુ વર્તે છે.” તીર્થ તે કહેવાય છે, કે જેના યોગે આત્માઓ આ સંસારસાગર તરી જાય. એ તીર્થ પણ શ્રી જિનેશ્વરદેવોથી આદિમાં નમસ્કાર કરાયેલું ! શાથી ?-એ તીર્થના યોગે એ પણ તીર્થપતિ બન્યા એથી અને એટલા માટે જ એ અનુપમ છે. જગતમાં બીજી કોઈ પણ એને બંધબેસતી ઉપમા નથી.
અનુપમ શાથી ? ‘નાનિધન તિમ્ અનાદિ અને અનંત છે માટે !! જેની આદિ નથી અને જેનો અંત નથી, એવું આ તીર્થ છે. શ્રી તીર્થંકરદેવો પણ જેવું હોય તેવું જ કહે છે : શ્રી ગણધરદેવો પણ તે જ કહે છે : બીજું કાંઈ નવું કહેતા નથી. દુનિયામાં જે વસ્તુ નથી, તે વસ્તુ શ્રી તીર્થંકરદેવો કહેતા નથી અને શ્રી ગણધરદેવો એને રચતા પણ નથી. માટે જ આ તીર્થ અનાદિ અને અનંત છે. ધ્યાનમાં રાખજો કે તીર્થમાં કદી પરિવર્તન થતું નથી : એ શાશ્વત છે. એમાં કશો ફેરફાર નહિ. જો એ ફરી જાય તો સારી દુનિયા ફરી જાય. હું કહી ગયો છું કે સાધક ઢીલા હોય તો સાધના કરતાં વાર લાગે : એક ભવે ન કરે તો ઘણા ભવે સાધના કરે. સાધક જો બહુ પોલો હોય તો સાધના વિના રહી જાય, પણ જો સાધન પોલું થઈ જાય તો તો સાધના જ રહી જાય માટે સાધન તો અખંડિત જ જોઈએ. તીર્થ, એ સાધન છે : આપણે બધા સાધક છીએ. આપણે પોલા હોઈએ એટલા માટે-આપણા પોલાણની પુષ્ટિ માટે, સાધનને પોલું કરીએ તો શું થાય ? આજે એ જ મોટી તકરાર છે.
અમે પોલા છીએ માટે મજબૂતપણે એ તીર્થને સેવી શકતા નથી'-એ બચાવ ચાલે ? પણ “જેવા અમે પોલા છીએ તેવાં સાધન પણ પોલાં થાઓ-એમ કહેવું કે ઇચ્છવું તે તો ન જ ચાલે.
આજના સ્વચ્છંદાચારીઓ કહે છે કે “આ જમાનામાં આ સાધન કામ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org