________________
૩ : અપરિવર્તનશીલ શાસન
• સાધક પોલા, માટે સાધન પણ પોલાં ? • સહિષ્ણુતા કે કાયરતા? • ભાવના, પરિણામ, અને પ્રવૃત્તિ : • વિરતિને વંદન : • તીર્થને નમવાનો હેતુ! • બાલસંસ્કારનો પ્રભાવ : • અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર : વિષયઃ શાસનના સિદ્ધાંત ત્રિકાલાબાધિત-શાશ્વત છે - તીર્થસ્તવના
શાસન નિરુપમ છે પણ એમાં કારણ એના સિદ્ધાંતોની શાશ્વતતા એ જ છે. હવા ફરે અને જેમ ધજા ફરકે તેમ જો આ સિદ્ધાંતો ફરતા હોત તો એ ક્યારનુંય ફેંકાઈ ગયું હોત. સાધક પોલા હોય તો પણ સાધનને પોલાં તો ન જ બનાવાય. એ પાકું હશે તો અવસરે સાધકને પણ સક્ષમ બનાવશે. આવા તીર્થની રક્ષા - ઉન્નતિ અને મહિમા માટે તો બધું જ કરી છૂટાય. બધું જ સદાય. આ જ મુદ્દાની આસપાસ જાણે ભમરી દેતું હોય તેવું મજાનું આ પ્રવચન તીર્થ પ્રત્યેની શ્રદ્ધામાં જબરી ભરતી લાવી દે તેવું છે. લક્ષ્મણા સાધ્વીનું પ્રસિદ્ધ દૃષ્ટાંત ઉપરાંત, શ્રીકૃષ્ણજીનો દાખલો આપી સમ્યગ્દષ્ટિ આત્માની ભાવના કવી હોય, મુનિનો અધિકાર ઉપદેશનો કે આદેશનો ? – તેનું અસરકારક વર્ણન કર્યું છે.
મુવાક્યાતૃત:
સાધન પોલું થઈ જાય તો તો સાધના જ રહી જાય. » વિશ્વતારક તીર્થની નિંદા ન સહાય. એ અસહિષ્ણુતાને દુર્ગુણ કહેનારા બિચારા છે, એમને ગુણન
ખબર જ નથી. - ક્રિયા, એ એવી ચીજ છે કે ત્યાં ભલભલાની કસોટી થાય. , લાખો સુભટો વચ્ચે ઝૂઝવું તે બહાદુરી કરતાં, સંસારના વિષયોની સામે નિર્વિકાર રહેવું, તે
સાચી બહાદુરી છે. ) પાપ કરો નહિ કરો તો છુપાવો નહિ. નહિ તો મરતાં સુધી એ પાપ ડંખશે. સદ્ગતિને બદલે
દુર્ગતિએ લઈ જશે. • શ્રી જિનેશ્વરના મુનિઓ ઉપદેશ કરે પણ આદેશ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org