________________
-- ૩: અપરિવર્તનશીલ શાસન - ૩
-
લાગે'-તો તેવાઓ માટે તો શાસ્ત્ર કહે છે કે “એવા જમાનાવાદીઓને શ્રી જૈનશાસનમાં સ્થાન પણ નથી. પોતાની અશક્તિનો આરોપ આમાં (સાધનમાં) કરવા માગે-સાધનને જ શિથિલ કરવા મથે તેવા, શાસનમાં હોય તોયે શું અને ન હોય તોયે શું ? કદાચ એવા તો બીજાને પણ નુકસાન કરે. કલ્યાણાર્થી આત્માએ તો ઊલટી એવી પ્રાર્થના કરવી જોઈએ કે “તારી આ ક્ષુદ્ર સેવાના યોગે એવું સામર્થ્ય પ્રાપ્ત થાઓ, કે જેથી હું ઇચ્છિત સેવા કરી શકું ?” પણ તેને બદલે એમ કહેવાય કે “અમે કમતાકાત છીએ માટે સાધન વધુ ઢીલાં બનાવો-તે ચાલે ? માનો કે ઊંચો માળ હોય, નિસરણી મોટી હોય અને પગથિયાં ચડવાની તાકાત ન હોય, તો ચડવાની તાકાત મેળવાય, કે ન ચડી શકો માટે નિસરણીના નાશનો પ્રયત્ન કરાય ? તેમ તેઓને પણ સુજ્ઞજનોએ કહેવું પડે કે “તમે જો કમભાગી હો અને ન ચડી શકો તો કંઈ નહિ, પણ જેઓ ચડી શકે છે તેઓનાં સાધનોનો નાશ કરવાનો પ્રયત્ન તો ન જ કરતા. ‘મનફિનિધન તિમ્'- વસ્તુ તરફ આંગળી ન ચીંધાય : જેને શ્રી જિનેશ્વરદેવો નમે ત્યાં ચેડાં કરો, એ ન ચાલે. “પુરુષવિશ્વાસે વવવશ્વાસ: એ તો નક્કી છે ને ? પથ્થાનુપૂર્વી ક્રમ આ માટે લીધો છે. યાદ રાખો કે શ્રી જિનેશ્વરદેવ જેને નમે, જિનેશ્વરદેવો માટે પણ જેને નમવાનો કલ્પ નિયત થયો, ત્યાં તમારી અને અમારી એ સત્તા નથી કે આડી આંખે જોઈએ. સેવા ન થાય તો દૂર રહી હાથ જોડો, પગે લાગો, સેવા કરનારને વંદન કરો, પણ એક પણ અક્ષર આની સામે અનુચિત બોલવો, તે પોતાની જાત માટે બહુ ભયંકર છે. એવો પણ કાળ હતો કે આની સામે આંખ કાઢનારને જમીન ઉપર ઊભા રહેવું એય ભારે પડતું, આની સામે અક્ષર બોલનારને લે-મે થતી, ને ધર્મીની સામે વિરોધીને પગલું માંડતાં કંપ થતો ! આજે એ પણ જમાનો છે કે આની સામે આંખો કાઢનાર અને યુદ્ધતદ્વા બોલનાર, છડેચોક મરજીમાં આવે તેમ ફરી શકે છે. એવો પણ જમાનો કદી હોય, પણ તેવાઓએ નથી જ ભૂલવા જેવું કે આ બધું માત્ર વર્તમાનમાં જ ! - બાકી તમારા જેવા યથેચ્છવાદીઓનું ભવિષ્ય તો ભૂંડું જ નિર્માણ થઈ ચૂક્યું છે. ધર્મીઓનું ધર્મી હૃદય શિથિલ થાય ત્યારે ત્યારે આમ થાય : નહિ તો શાસનની સામે આંખ કાઢનારના, મનોરથ ધર્મીની સમક્ષ કદી જ સફળ નથી થઈ શકતા. સહિષ્ણુતા કે કાયરતા ?
ધર્મી સ્ત્રી-પુરુષોએ તો સમજવું જોઈએ છે કે “આ તીર્થ તો દુનિયાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org