________________
૩૦
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
તારક : એનો નાશ કરવા પ્રયાસ કરે એના માટે યાતા બોલે, એ સહન ન થાય એ અસહિષ્ણુતા નથી : વિશ્વતારક તીર્થના અવર્ણવાદને ન સહાય, એ અસહિષ્ણુતાને દુર્ગુણ કહેનારા બિચારા છે, પામર છે કે એમને ગુણની ખબર જ નથી-ગુણને સમજી શકતા નથી.
ગુણ અને ગુણાભાસને સમ્યગ્દષ્ટિ બરાબર સમજે : અનુમોદના તથા પ્રશંસાના સ્વરૂપને સમ્યગ્દષ્ટિ બરાબર જાણે ! ગુણ અને ગુણાભાસનો ખીચડો એ ન કરે, અનુમોદનાના યોગને પ્રશંસાપાત્ર યોગ કહે-ત્યાં પ્રશંસા કરે તો, સમ્યક્ત હોય એનો ઇરાદાપૂર્વક નાશ કરવાનો પ્રયત્ન કરવા બરાબર છે ત્યાં સમ્યક્ત ટકી શકે નહિ. ત્યાં તો જે વસ્તુ જેટલી કીમતી, તે મુજબ ક્રમ પ્રમાણે ગોઠવાય.ઝવેરી પાસે કેટલીય જાતનાં મોતી આવે, ઝવેરી ચવ પ્રમાણે નોખાં કરે, પણ બધું ભેળસેળ ન કરે. સમ્યગ્દષ્ટિ પણ દરેક ગુણને તેના તેના યોગ્ય સ્થાનમાં મૂકે એ વિવેક કરે કે આ ગુણ હૈયામાં જ રાખવા જેવો છે અને આ ગુણ જગતમાં ફેલાવવા જેવો છે. જેનામાં આ વિવેક નથી અને જેને એ વિવેકની પરવા પણ નથી, તેનામાં વાસ્તવિક સમ્યગ્દષ્ટિપણું પણ નથી.
અપૂર્વકરણના યોગે અનાદિ ગ્રંથિનો ભેદ થયો અને સભ્યત્ત્વની પ્રાપ્તિ થઈ, એટલે સર્વવિરતિની ભાવના આવી : ભાવના આવી પણ પરિણામ ન પણ થાય. દુનિયામાં ભાવના અને પરિણામ સામાન્ય દષ્ટિએ લગભગ સરખાં દેખાય છે, પણ તેમાં ઘણું અંતર છે. “ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ' એ ત્રણના ભેદ સમજો. આપણે પ્રવૃત્તિના પૂજારી અને પરિણામ તથા ભાવનાના પ્રશંસક : ભાવના અને પરિણામની પણ પૂજા ન હોય એમ નહિ? પણ જેવી પૂજા પ્રવૃત્તિની હોય, તેવી પૂજા ભાવના કે પરિણામની ન હોય. સમ્યગ્દષ્ટિમાં સર્વવિરતિની ભાવના હોય, પણ પરિણામ અને પ્રવૃત્તિ ન પણ હોય. પ્રવૃત્તિમાં ન આવે તો વ્યવહાર નય કહે છે કે વંદન યોગ્ય નથી. નિશ્ચય નયની વાત તો વળી એનાથીય અતિ કઠિન છે. નિશ્ચય નયનું તો સમ્યક્ત જ સાતમે ગુણસ્થાનકે હોય છે.
એક મહર્ષિએ સાતે નયનો પરસ્પર વાદ કરાવી, સમાધાન માટે ભગવાન શ્રી જિનેશ્વરદેવ પાસે મોકલ્યો છે. ભગવાને સમાધાન કર્યું છે કે એ બધાય પોતપોતાની દૃષ્ટિએ વાજબી છે, પણ જો બધાય આગ્રહમાં જ પડી ગયા, તો તમારામાં સુનયપણું રહેવાનું જ નથી : પરસ્પરની અપેક્ષાને માન્ય રાખવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org