________________
૩ : અપરિવર્તનશીલ શાસન 3
આવે, તો જ નયમાં સુનયપણું ૨હે છે-અન્યથા તે જ નયો દુર્નય યા નયાભાસની ગણનામાં આવે છે.
31
ભાવના, પરિણામ, અને પ્રવૃત્તિ ઃ
ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ-એ ત્રણમાં મોટું અંતર છે. વ્યવહાર નય પ્રવૃત્તિને મુખ્ય માને છે. પ્રવૃત્તિની ઉપેક્ષા કરીને કેવળ પરિણામ તથા ભાવના હોય ત્યાં ‘પરિણામ અને ભાવના તો છે ને' - એમ માની પૂજવા મંડી પડ્યા, તો તો દુનિયાના દંભીઓ પણ કહેશે કે અમારામાં પરિણામ અને ભાવના છે. એટલે દંભીઓ પૂજાવાના : એટલા માટે કહી ગયો છું કે વિષયનો વિરાગ, કષાયનો ત્યાગ અને ગુણનો અનુરાગ તથા એ ત્રણેની ક્રિયામાં અપ્રમત્તાવસ્થા જે ધર્મમાં હોય અથવા જે ક્રિયાથી આવે, તે મોક્ષ-સુખનો ઉપાય છે.
૩૧
વિષયનો વિરાગ, કષાયનો ત્યાગ અને ગુણનો અનુરાગ, - એટલું કહીને અટક્યા નહિ : પણ એ ત્રણેની ક્રિયામાં અપ્રમત્ત હોય તો, - એમ જ્ઞાનીઓએ કહ્યું છે. એમ ન હોય તો ઘણાય કહે કે ‘હું વિષયનો વિરાગી, કષાયનો ત્યાગી, તથા ગુણોનો અનુરાગી :' પણ માનવો શી રીતે ?
જેનામાં વિષયનો વિરાગ પ્રગટે, તેનામાં વિષયવિરાગની ક્રિયા ન હોય ? તે વિષયોમાં રાચીમાચીને કેમ પ્રવર્તે ? કષાયોની મંદતા થાય ત્યાં ક્ષમા આદિ ગુણો ન દેખાય ? ગુણોનો અનુરાગ જાગે, ત્યાં સદ્-અસનો વિવેક ન રહે ?
બધા કહે કે સંસાર ખારો છે, પણ પોલ ક્યારે પકડાય ? જ્યારે તેને છોડવાનું અગર તેનાથી ડરતા ડરતા રહેવાનું કહેવાય ત્યારે ! ખરાબ માની ત્યાંથી ખસવાની વાત આવે, નિર્લેપ બનવાની-વિરક્ત બનવાની વાત આવે, ત્યાં જ મુશ્કેલી ઊભી થાય છે.
ક્રિયા, એ એવી ચીજ છે કે ત્યાં ભલભલાની કસોટી થાય છે. ભાવના, પરિણામ અને પ્રવૃત્તિને એકાકાર ન કરો. વિધાનો પ્રવૃત્તિને ઉદ્દેશીને છે : વિધાનો પ્રવૃત્તિનાં ઘોતક છે : આત્મા પ્રવૃત્તિમાન બને, તે માટે વિધાન છે. જે ભૂમિકાએ જેટલી યોગ્યતા હોય, તેટલી જ ક્રિયા કરે અને તેટલી જ જાહેરાત આપવી જોઈએ.
મુનિ આચારે સર્વવિરતિ છે, અને સમ્યગ્દષ્ટિ શ્રાવક હૃદયથી સર્વવિરતિને ઇચ્છનારો છે : પણ તેથી એનામાં સર્વવિરતિ આવી ગઈ છે એમ નહિ, કિંતુ એની ભાવના સર્વવિરતિ તરફ ઢળેલી છે. જો એમ ન હોય તો એ શ્રાવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org