________________
૧૧૬
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
–
(
116
શ્રી શાલિભદ્રજીની માતા, જ્યારે પેલો વેપારી સોળ રત્નકંબલ લાવ્યો, ત્યારે કહે છે કે મારે વહુ બત્રીસ છે : તરત બત્રીસ ટુકડા કરી એકેક ટુકડો આપી દે છે. પોતાનું શું ? મોટું કોણ ? સાસુ કે વહુ ? સારી ચીજ પહેલું કોણ વાપરે ? સાસુ કે વહુ ? પણ કહેવાય છે કે આજની સાસુ તો ઘી-દૂધ પણ તાળામાં રાખે : છોકરો પોતાનો, સ્ત્રી પોતાના જ છોકરાની અને એનાથી ઘીદૂધ તાળામાં ? પેલી વહુ પણ વિચારે કે લાગ આવવા દો, હાથમાં આવે ત્યારે પીવાય નહિ તો ઢોળી તો નાખું જ. હાનિ થોડી : કજિયો ઘણો. આ બધું નથી ? શ્રી જિનેશ્વરદેવના શાસનનો ત્યાગ અને પ્રભુમાર્ગને અનુસરતી ઉદારતા, પ્રેમ, વાત્સલ્ય, વગેરે નાશ પામ્યું તેથી ! તમે કહો છો-શાંતિ લાવો. ક્યાંથી લવાય ? જરા પણ ઉદારતા ન આવે, જરા પણ ત્યાગ ન રૂચે, તો શાંતિ આવે ક્યાંથી ? અશાંતિનાં કારણોથી શાંતિ મળે ? સાસુ એમ કહે કે “દીકરાની વહુ પહેલી’ - તો ઝટ પેલી પણ પગે પડે કે “ના ! માજી, તમે પહેલાં, હું પછી.” આવડત જોઈએ. માણસાઈ જોઈએ. પણ આ તો બધી ભાવના જ જુદી. શ્રી શાલિભદ્રજીની માતા બત્રીસની આટલી બધી ચિંતા કરતી હતી, તો બત્રીસે પણ એની મર્યાદામાં કેટલી રહેતી ! કેવળ સાસુ જ નહિ, પણ માતા તરીકે માનતી અને પૂજતી.
જ્યારે શ્રી શાલિભદ્ર દીક્ષાની રજા માગી અને માતાએ હા કહી, ત્યારે બત્રીસમાંથી કોઈની તાકાત નહિ કે વચ્ચે બોલે, સમજે કે માતા જે કહે-કરે તે વાજબી જ હોય. થોડી ઉદારતા કેળવાય, થોડો સભાવ રાખવામાં આવે, તો અપવાદ તરીકે કોઈ આત્મા એવો અયોગ્ય હોય તેની વાત જુદી, બાકી પરિણામ ઘણું જ સુંદર આવે. શ્રી જિનેશ્વરદેવના માર્ગથી છેટા થવાય, ત્યાગને-ઉદારતાને વેગળી કરવામાં આવે, એટલે ઉત્પાત સિવાય બીજું શું થાય? લોકવિરુદ્ધ ત્યાગની પીઠિકા :
માટે જ “ભવનિબેઓની વાત કરીએ છીએ. “હે પ્રભો ! અમે તારા સેવકપણાને યોગ્ય હોઈએ, તો તારા પ્રભાવે અમને ભવ પ્રત્યે નિર્વેદ થાઓ !'આ માગણી બરાબર હૃદયમાં ઊતરી જાય, ઇસે, તો બધી પંચાત મટી જાય. સંસારનો નિર્વેદ થાય એટલે બંગલાઓ કારાગાર જેવા લાગે, અલંકારો ભારભૂત લાગે અને ભોગ રોગ જેવા લાગે : સામાયિક લેતાં આનંદ આવે, પારતાં આંસુ આવે : વ્યાખ્યાન સાંભળતાં પ્રેમ થાય, ઊઠતાં મૂંઝવણ થાય-પગ ન ચાલે. આ મહાત્માઓએ તમારા માટે કેટલી મહેનત કરી છે ? ખરાબ થવાય તો ખરાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org