________________
115
- ૯ : ભાવનાનું મહત્વ – 9 –
૧૧૫
માટે પાપની જરૂર નથી થોડું મળશે તો થોડું ખાઈશું, લૂખું મળશે તો લૂખું ખાઈશું, પણ પાપ નથી કરવું!” સ્નેહી, માબાપ, શેઠ, નોકર, બધા આમ કહે તો આત્માકોઈ કોઈ અપવાદરૂપ આત્માઓ બાદ કરતાં-અવશ્ય સુધરે. જમતાં સ્ત્રી પણ એ જ કહે કે “શા માટે પાપ કરો છો ? અનીતિ ન કરો, પ્રપંચ ન કરો, કાળા-ધોળાં ન કરો, એવી રીતે મારે સાડી તથા અલંકાર ન જોઈએ. પાપમાં, પ્રપંચમાં પડી જિંદગી ન બગાડો, પણ જેટલું મળે તેટલામાં સંતોષ માની પ્રભુના માર્ગની આરાધના કરી આત્મકલ્યાણ સાધો !”
વિજય શેઠ અને વિજયા શેઠાણી એ દંપતીયુગલ કેવું પુણ્યવાન ! પુણ્યાનુબંધી પુણ્ય હોય તો એવો સુયોગ મળે ને ! વિજયશેઠને કૃષ્ણ પક્ષમાં શિયળ પાળવું એવો નિયમ હતો. ભવિતવ્યતાના યોગે પત્ની પણ એવી જ મળી કે જેને શુક્લ પક્ષમાં શિયળ પાળવું, એવો નિયમ હતો. એ બેનો સંયોગ થયો : બેનાં લગ્ન થયાં : વિજયા જ્યારે તૈયાર થઈ, પતિ પાસે ગઈ, ત્યારે વિજય શેઠ કહે છે કે મારે કૃષ્ણ પક્ષમાં શીલ પાળવું' - એવો નિયમ છે અને તેના ત્રણ દિવસ બાકી છે. માટે મારા નિયમમાં સહાયક થા.' વિજયા શેઠાણી વિચારે છે. “એમને ત્રણ દિવસનો નિયમ છે, અને પછી મારે પંદર દિવસ બાકી છે.' પોતે ખિન્ન થાય છે. વિજય શેઠ ખિન્નતાનું કારણ પૂછે છે. કારણ જાણ્યા બાદ ખુશી થાય છે. બેય પવિત્ર આત્મા છે. બેય પોતાને ધન્ય માની કહે છે-ભવતુ. સોનું અને સુગંધ મળ્યું : જોઈતું હતું ને વૈદે કહ્યું : ભાવના હતી તે ફળી : આમાં હાનિ શી ? અમારે બેયને સર્વદા સર્વથા બ્રહ્મચર્ય હો.
બેયના વિચાર ક્યા ? વિષય ખરાબ છે,-એમ બેય માનતાં હતાં માટે તો નિયમ લીધો હતો અને એવો જ સુયોગ મળ્યો એટલે માન્યું કે વિષયથી બચ્યાં.' પછીથી એ બેઉએ ત્યાં જ નિર્ણય કર્યો કે “અખંડ બ્રહ્મચારી રહેવું અને એ વાતની ખબર માતાપિતાને ન આપવી : છતાં મને ખબર પડે કે ઘરબાર છોડી નીકળી જવું !' બેયના આવી રીતના દરેક વાતમાં પુણ્યવિચારો હોય એ ઘરસંસાર કેવો ચાલે !
રામાયણમાં આવે છે કે ગાદી કોને આપવી, એનો રાજા દશરથને વિચાર થઈ પડ્યો હતો. કોઈ ગાદી લે નહિ. આજે ગાદી માટે શું થાય ? અરે, ગાદીની વાત જવા દોને ! પાશેર દૂધ ઓછુંવતું થાય તોય મારામારી ! શ્રી જિનેશ્વરદેવના ત્યાગમાર્ગની છાયા નીચે જે પુણ્યઆત્માઓ જીવે, તે સ્થાનમાં ક્લેશ હોય જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org