________________
૧૫ : બાળદીક્ષા અને વજસ્વામી
સંસાર પર નિર્વેદ લાવવાનો ઉપાય:
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, મંગલાચરણ કરતાં ફરમાવી ગયા કે “આ શાસન જયવંતુ છે, કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી તેમ જ એક પણ સદ્વિચારનો ઇનકાર નથી : એના સિદ્ધાંતો એટલી બધી અપેક્ષાથી એવી રીતે સિદ્ધ થયેલા છે કે એની સેવા કરનારા આત્માઓ જરૂર કર્મમળથી રહિત થઈ, શુદ્ધ બની, મુક્તિપદે પહોંચી જાય અને એટલા જ માટે એ શાશ્વત છે, એની જગતમાં જોડી નથી અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું આ તીર્થ જયવંત છે.' એ શાસનમાં આચારની મુખ્યતા છે. એ શાસનના આચારો જીવનમાં ન ઊતરે, ત્યાં સુધી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. પણ એ આચાર કઠિન છે : સહેલા નથી. એ આચારને જીવનમાં ઉતારતાં મુશ્કેલી ન નડે તે માટે અને તે પ્રત્યેની ભાવના દૃઢ કરવા તથા જે વસ્તુની જરૂર છે તેને સ્થિર કરવા ખાતર, તમે અને અમે, રોજ શ્રી વીતરાગદેવ પાસે પ્રાર્થનાસૂત્ર (જય વિયરાય)માં જે માગીએ છીએ, તેની વિચારણા કરી રહ્યા છીએ.
આપણે રોજ જેની માંગણી કરીએ છીએ તે સમજાય-આપણે માગીએ છીએ તે હૃદયનું હોય, તો તો આ આચાર કઠિન પડે તેમ નથી. સાધુ કે શ્રાવક રોજ શ્રી જિનમંદિરે આવી પ્રભુનું પૂજન, સ્તુતિ, પ્રશંસા, ગુણગાન કરી, છેવટે પ્રાર્થનાસૂત્રમાં જે માગણી કરે છે, તેને સહેજ ફરીને આપણે જોઈ લઈએ.
“નવી નાગુરુ !” “હે વિતરાગ ! હે જગદ્ગુરુ ! તું જય પામ.” હે વીતરાગ ! તારી જયમાં અમારી જય છે, તું વીતરાગ છે માટે અમારી જય છે-એ ભાવના છે. શ્રી વિતરાગની હયાતી આત્માને જાગ્રત કરનારી છે. આપણા આત્મગુણોને ખીલવનારી છે. પછી –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org