________________
૧૫ : બાળદીક્ષા અને વજસ્વામી
15
• સંસાર પર નિર્વેદ લાવવાનો ઉપાય : • પુનર્જન્મને માનનારા બાલદીક્ષામાં શંકા કરે? • સમજાવાય નહિ તેથી દિક્ષાને અયોગ્ય કહેવાય ? • શ્રી વજસ્વામીથી સમજાયું પણ બોલાયું નહિ ?
વિષય: નિર્વેદ લાવવાનો ઉપાયઃ બાળદીક્ષા અંગે કાંઈક
ઘર્મની વાત કરતાં પૂર્વે રહી રહીને ભવનિર્વેદની વાત લાવવી પડે. ભવનિર્વેદનો પાયો જ્યાં સુધી મજબૂત ન થાય ત્યાં સુધી આગળનો ધર્મ ઇમારત ચણાય નહિ. માટે અત્રે શરૂઆતમાં એ જ વાતની જરા અલગ દૃષ્ટિકોણથી છણાવટ થઈ છે. ત્યાર બાદ પુનર્જન્મને માનનારા દરે કે બાળદીક્ષાની ઉપકારિતાને નિર્વિવાદપણે માનવી જ જોઈએ. એ તારક અનુષ્ઠાનની સામે માથું ઊંચું કરી શકાય જ નહિ વગેરે બાબતો ઉપર પ્રકાશ પાથરવા માટે બાળદીક્ષિત મહાપ્રભાવક શ્રી વજસ્વામીજીનો કથાપ્રસંગ અવિસ્તરપણે ચર્ચા છે. છેવટે અતિમુક્તક મુનિના વાર્તાલાપના માધ્યમે પણ એ જ વાતને પુષ્ટ કરી છે.
| ଏd • ભવ ગમે એને ધર્મ નહિ ગમે : ધર્મ ગમે એને ભવ નહિ ગમે. • ધર્મ એ ઘોળીને દવાની જેમ પિવડાવાતો હોત, તો તો પરમાત્મા બધાને પાત. • આખો મનુષ્યભવ, એ ધર્મની મોસમ છે. • સર્વશની સર્વશતા પર જોઈતો વિશ્વાસ પેદા થઈ જાય, તો બધીયે કુશંકાઓ આપોઆપ નષ્ટ
થઈ જાય. • જ્ઞાન અને જ્ઞાનની નિશ્રા, બેય આત્માને તારે.
અજ્ઞાન ગમે તેટલું હોય, પણ સમજવાની બુદ્ધિ હોય તો બધો ઉપાય થાય. • પુરુષો પ્રત્યે સભાવના હોવી, એ જ ધર્મપ્રાપ્તિનો અમોઘ ઉપાય છે. • તર્ક પણ બુદ્ધિ અને યુક્તિપૂર્વકના હોવા જોઈએ. પણ યદ્રા-તકા મોં-માથા વિનાના તર્કોનો અર્થ
શો ? • વસ્તુની યોગ્યતા-અયોગ્યતા તપાસીને પરિણત થવું જોઈએ : તો જ સત્યાસત્યની પરીક્ષા થઈ
શકે : અન્યથા પરીક્ષકશક્તિ આવી શકતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org