________________
૧૯૬ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ -
-
198.
આજે આટલુંયે સાંભળો છો. એ બોલવાનું તો જીવતું-જાગતું જોઈએ. શરમના શેરડા પડે છે તે એ બોલવાના પ્રતાપે : માટે બોલવાનું છોડતા નહિ. બોલવું કાયમ રાખો ને વસ્તુ સમજો. ખરું ધૂનન ત્યારે થશે ! ધૂનન કરવાને લાયક થાઓ.
શ્રી આચારાંગ, એ દ્વાદશાંગી પૈકીનું પ્રથમ અંગસૂત્ર છે. ઉત્તમ આચાર વિના આત્માની શુદ્ધિ નથી. અયોગ્ય પ્રવૃત્તિ પર અંકુશ હોય નહિ, ત્યાં સુધી આત્માને પોતાના સ્વરૂપની ઝાંખી થાય જ નહિ. પહેલો રસના પર કાપ મૂકો, પછી બધી ઇંદ્રિયો આધીન થશે. તાવ આવે એટલે અંગોપાંગ ઢીલાં થઈ જ જાય. રસનાને ખીલવનારી સામગ્રી બહુ વધી પડી છે. જે હિંસાથી, શાસ્ત્ર કહે છે કે “ભવાંતરમાં અલ્પ આયુષ્ય અને સરોગાવસ્થા છે'-તે હિંસાથી આજે પુષ્ટિ મનાય છે. એ કદી બને ? છતાં મનાય છે : વર્તાય છે : ન કરતા હોય તે ધન્યભાગ્ય : બચે તેને ધન્યવાદ : બહુલતાની આ વાત છે : બહુલતાએ એ કાર્યવાહી થાય છે : એ રોકાયા વિના-એને રોકવાના પ્રયત્ન વિના, આ વસ્તુ અંતરમાં ઊતરવી કઠિન છે. ધર્મ જચે કયારે ? યોગ્યતા હોય તો ! ધર્મ પણ યોગ્યને જ દઈ શકાય છે. એક કવિએ કહ્યું છે કે :
પશો રાતવ્યો, દશે તારશે નને ”
“જેવા તેવા માણસને ઉપદેશ-એ દેવા યોગ્ય નથી.” ગુજરાતી ભાષામાં પણ કહ્યું છે કે - “મૂરખને જ્ઞાન કદી નવ થાય, દેતાં પોતાનું પણ જાય !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org